રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં દર વર્ષે માવઠા તેમજ ચોમાસા દરમિયાન ખુલામાં પડેલી જણસીઓ પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થતું હોય આ વર્ષે તા.૨૧થી ૨૭ મે દરમિયાન વરસાદની આગાહીને લઇને એલર્ટ જાહેર કરાયું છે.
રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં કામકાજ કરતાં વેપારીઓ, દલાલો તેમજ ખેતપેદાશ વેચાણ અર્થે બહારગામથી આવતાં ખેડૂતો જોગ પરિપત્ર પ્રસિધ્ધ કરાયો છે કે, હવામાન ખાતા દ્વારા આગામી તા.૨૧ થી ૨૭ મે દરમ્યાન આપવામાં આવેલી વરસાદની આગાહી ધ્યાને લઈ કોઈપણ ખેતપેદાશ માર્કેટ યાર્ડમાં ખુલ્લા મેદાનમાં કે વરસાદને કારણે પલળી જાય તેમ ઉતારવી નહિ તેમજ અગાઉ ઉતારી હોય તેવી જણસીને ઢાંકીને સલામત રીતે રાખવાની રહેશે. પ્લેટફોર્મમાં જ તમામ ખેતપેદાશો ઉતારવાની રહેશે, પ્લેટફોર્મમાં જગ્યા ન હોય તો જે તે દલાલ કે વેપારીની દુકાને અથવા તો ગોડાઉને સલામત રીતે ખેત પેદાશ ઉતારવાની રહેશે. વાહનોમાં આવતી ખેતપેદાશો અને પાલ સલામત રીતે ઢાંકીને ક્રમવાર વાહનો ઉભા રાખવાના રહેશે. આ સુચનાઓનું સલામતીના કારણોસર અચૂક પાલન કરવા પરિપત્રમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબીરલાહોલ પાછળની ગલીમાં રોગચાળાનો ભય
May 22, 2025 02:02 PMકાન્સમાં સફેદ બનારસી સાડીમાં ઐશ્વર્યા રાય લાગી ગોર્જીયસ
May 22, 2025 02:01 PMરોજગાર ભરતી મેળામાં ૧૦૦૦થી વધુ ઉમેદવારોમાંથી માત્ર ૪૫ રહ્યા હાજર!
May 22, 2025 02:00 PMપોરબંદરમાં રાજીવ ગાંધીને કોંગ્રેસે પાઠવ્યા શ્રદ્ધાસુમન
May 22, 2025 01:59 PMરાજીવનગર વિસ્તારમાં ભુગર્ભ ગટરના કાટમાળના ખડકલા હજુ યથાવત
May 22, 2025 01:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech