રાજ્યમાં લશ્કરી દળો અને અર્ધ લશ્કરી દળોમાં રાજ્યના ઉમેદવારો વધુમાં વધુ પાસ થાય અને તેમના કૌશલ્યનો ઉપયોગ રષ્ટ્રાના નિર્માણ માટે કરી શકાય તે હેતુથી શારીરિક તાલીમ અને લેખિત તાલીમ માટે 30 દિવસના તાલીમ સત્રનું આયોજન કરવામાં આવતું હોય છે.
જામનગરમાં નિવાસી તાલીમ આપવાની થતી હોય જે હેતુસર ટુંક સમયમાં પ્રથમ ચરણની તાલીમ માટે અત્રે જણાવેલ વિગતો અનુસાર કામગીરી કરી શકે તેવા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી 30 દિવસ માટે કરાર અધારિત આઉટસોર્સથી 2 કો-ઓર્ડીનેટરની અરજીઓ મંગાવવામાંં આવી છે.
અત્રેની કચેરી દ્વારા લાયકાત ધરાવતા પુરુષ અરજદારો પાસેથી આગામી તારીખ 25 જૂન સુધીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સાથેની અરજી મંગાવવામાં આવે છે. તેમને રૂ.20,000 ફિક્સ વેતન 30 દિવસ માટે આપવામાં આવશે. કોઈપણ પ્રવાહમાં સ્નાતક ડિગ્રી ધરાવતા હોય અને સાથોસાથ સંરક્ષણદળ/પોલીસ/ તાલીમ અને રોજગાર ખાતાના સંલગ્ન કામગીરીના અનુભવી હોય તેવા વ્યક્તિઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
કો-ઓર્ડીનેટરની કામગીરી શું રહેશે...?
(1) શારીરિક તાલીમ અને લેખિત તાલીમ માટેની તારીખ મુજબ ટાઈમટેબલ બનાવવું અને તેના વ્યાખ્યાતાઓને બોલાવવાના રહેશે. (2) તાલીમાર્થીઓનું તેમજ વ્યાખ્યાતાઓનું હાજરીપત્રકનું રજીસ્ટ્રર નિભાવવું તથા સમયાંતરે અત્રેની કચેરી દ્વારા કરવામાં આવતી જાણ મુજબની કામગીરી કરવાની રહેશે. (3) અત્રેની જિલ્લા રોજગાર કચેરીના સંકલનમાં રહીને નિવાસી તાલીમનું સંચાલન કરવાનું રહેશે. તેમ મદદનીશ રોજગાર નિયામક સુશ્રી સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech