ભારતે બ્લડ કેન્સરની સારવારને વધુ સારી બનવવા માટે એક નવી સોદાબાજી કરી છે. ભારતે બાયોટેકની સહાયક કંપની ન્યુસેલિયનએ વેજેન બાયો સાથે ભાગીદારી કરી છે. બંને કંપનીઓ મલ્ટીપલ માયલોમાં નામના બ્લડ કેન્સરની સારવાર માટે નવી થેરાપી બનાવશે. ભારત બાયોટેકની સહાયક કંપની ન્યુસેલિયન થેરાપ્યુટિકસએ હૈદરાબાદની વેજેન બાયોની સાથે હાથ મિલાવ્યો છે. બંને કંપનીઓ બ્લડ કેન્સરના ઉપચાર માટે એક ખાસ થેરાપી બનાવશે. આ થેરાપીનું નામ VL-2511 છે. કંપનીનો મુખ્ય હેતુ આ સારવારને ૨૦૨૮સુધીમાં બજારમાં ઉપલબ્ધ કરવવાની દિશામાં આગળ વધવાનો છે.
મલ્ટીપલ મયલોમા બિમારી શું છે?
મલ્ટીપલ માયલોમાં એક પ્રકારનું બ્લડ કેન્સર છે. એના કારણે શરીરના અમુક વાઈટ બ્લડ સેલ્સ અસામાન્ય રીતે વધવા લાગે છે. આ સેલ્સ બોન મેરો એટલે હાડકાની અંદર ઉપલબ્ધ એ હિસ્સામાં જોવા મળે છે, જેમાં લોહી વહે છે. આ બિમારીથી હાડકાનો દુખાવો, થાક, વારંવાર સંક્રમણ અને કીડનીથી જોડાયેલી સમસ્યાઓ થાય છે. કેટલાક દર્દીઓને સારવાર છતાં પણ સંપૂર્ણ રીતે બિમારી પર નિયંત્રિત લાવી શકાતું નથી. એવામાં નવી દવાઓ અને સારવારમાં વિવિધ સ્તરો પર કામ કરવામાં આવી રહ્યું છે.
CAR-T થેરાપી કેવી રીતે કામ કારે છે?
CAR-T એક ખાસ પ્રકારની સારવાર છે, જેમાં દર્દીના શરીરના રોગો સામે લડવા માટે સેલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ દર્દીના શરીરમાંથી ટી- સેલ્સ નામના કોષોના સેમ્પલ આવે છે. ત્યારબાદ પ્રયોગશાળામાં તેમાં ફેરફાર કરીને તેમને કેન્સર કીષોને ઓળખવા અને તેમના પર પ્રતિકાર કરવા માટે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ કોષોને ફરીથી દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે.
વેજેન બાયોની VL- 2511 થેરાપી કેન્સરના કોષો રહેલા BCMA અને CD19 નામના બે પ્રોટીનને નિશાન બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. તેનો હેતુ કેન્સરના કોષોને ઓળખીને તેની સામે લડત આપવાનો છે. આ થેરાપી હાલમાં સંશોધનના તબક્કામાં છે.
૨૦૨૮સુધીમાં સારવારને બજારમાં લાવવાનો લક્ષ્ય
આ ભાગીદારીમાં વેજેન બાયો થેરાપી સાથે સંબંધિત ટેકનોલોજી આપશે, જ્યારે ન્યૂસેલિયન તેને બનાવવાની પ્રક્રિયા વિકસાવશે કંપની પોતાની હૈદરાબાદ સ્થિત વિશેષ સુવિધામાં આ થેરાપી તૈયાર કરવાની અને આગળ મોટા પાયે તેનું ઉત્પાદન કરવાની યોજના પર કામ કરશે. આ થેરાપી પર ચીનમાં ક્લિનિકલ વિકાસનું કામ થઇ ચૂક્યું છે. ભારતમાં તેની વધુ તપાસ અને ક્લિનિકલ ટ્રાયલ માટે તૈયારી કરવાની યોજના છે. કંપનીઓએ ૨૦૨૮ સુધીમાં તેને બજારમાં લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. સાથે જ તેને સસ્તી બનાવવાના પણ પુરા પ્રયાસો કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના બે ખેલાડીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં પસંદગી
October 23, 2026 06:31 PM*હેમુગઢવી પાછળ ગેસપાઈપલાઈન તુટતાઆગ: બે દાઝયા*
October 23, 2026 03:41 PMજામનગર : પ્રશ્નના ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ
October 23, 2026 03:34 PMભારત બાયોટેકની કંપની અને વેજેન બાયો સાથે મળીને શોધશે બ્લડ કેન્સર માટે નવી થેરાપી
October 23, 2026 03:33 PMજામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા
October 23, 2026 03:28 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
