રાજકોટ શહેરના હેમુગઢવી હોલ પાછળ ખાઉં ગલીમાં આજરોજ બપોરના સુમારે જેસીબીથી કામ ચાલતું હતું. દરમિયાન ગેસની લાઈન લીકેજ થયા બાદ આગ ભભૂકી ઊઠી હતી. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જેસીબી સળગી ગયું હતું. બીજી તરફ આગની ચપેટમાં આવી જતા બે લોકો દાઝી ગયા હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગની આ ઘટનાના પગલે અલગ અલગ ફાયર સ્ટેશનથી ત્રણ ફાયટરો ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યા હતા જેમના દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહદંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ બપોરના સુમારે શહેરના હેમુ ગઢવી હોલ પાછળ આવેલી ખાઉં ગલીમાં જેસીબી દ્વારા પાઇપલાઇનની કામગીરી ચાલતી હતી. દરમિયાન ગેસની લાઈન લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગમાં જેસીબી પણ ચપેટમાં આવી ગયું હતું અને સળગીને ખાખ થઇ ગયું હતું તેમજ અહીં નજીકમાં જ સબસ્ટેશન હોય તેમાં પણ આગની જવાળા પ્રસરી હતી જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ગંભીર ઘટનાને ધ્યાને લઈ અલગ અલગ ફાયર સ્ટેશનથી એક બાદ એક ત્રણ ફાયર ફાઈટરો ઘટનાસ્થળ દોડાવવામાં આવ્યા હતા. ફાયરની ટીમ દ્વારા તુરંત આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ જીએસપીસીના અધિકારી અને સ્ટાફ પણ બનાવસ્થળે પહોંચી ગયો હતો. સાથોસાથ પીજીવીસીએલની ટીમ પર આવી પહોંચી હતી. બાદમાં તુરંત જ ગેલ લાઇન અને વીજ લાઇન બંધ કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગેસની લાઈન બંધ કરાવ્યા બાદ ફાયરના સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.હેમુ ગઢવી હોલ પાછળની ખાઉં ગલીમાં ગેસની લાઈન લીકેજ થવાથી આગ લાગ્યાની ઘટનાના ઘટના બની હોય અહીં ખાઉં ગલીમાં મોટેભાગે ખાણીપીણીની રેંકડીએ ટ્રાફિક રહેતો હોય છે ત્યારે આગની ઘટના બનતા અહીં નાશભાગ મચી જવા પામી હતી. દરમિયાન અહીં બે લોકો આગની ચપટેમાં આવી જતા દાઝી ગયા હતા જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે ફાયરના સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના બે ખેલાડીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં પસંદગી
October 23, 2026 06:31 PM*હેમુગઢવી પાછળ ગેસપાઈપલાઈન તુટતાઆગ: બે દાઝયા*
October 23, 2026 03:41 PMજામનગર : પ્રશ્નના ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ
October 23, 2026 03:34 PMભારત બાયોટેકની કંપની અને વેજેન બાયો સાથે મળીને શોધશે બ્લડ કેન્સર માટે નવી થેરાપી
October 23, 2026 03:33 PMજામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા
October 23, 2026 03:28 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
