એલસીબીએ 3.24 લાખનો મુદામાલ કર્યો કબ્જે
જામનગર નજીક દરેડ ફેસ-2 વિસ્તારમાં કારખાનામાં થયેલી બ્રાસ સહિતની ચોરીનો ભેદ ગણતરીમાં એલસીબીએ ઉકેલી નાખ્યો છે અને હડમતીયા-મતવાના 3 શખ્સોને મુદામાલ સાથે તેમજ વાહન સાથે પકડી પાડયા છે.
દરેડ જીઆઇડીસી ફેસ-2માં ગત તા. 22 રાત્રીના સુમારે ફરીયાદ નિતીનભાઇ રાબડીયાના હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના-ઓફીસના શટરના તાળા તોડી અંદરથી 600 કીલો પિતળ, રોકડ અને ડીવીઆર મળી કુલ 3.55.500ના મુદામાલની ચોરી થઇ હતી જે અંગે ફરીયાદ કરવામાં આવી હતી.
એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા વણશોધાયેલા ગુના શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ મોરી પીએસઆઇ કાંટેલીયા અને સ્ટાફ જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલસીબીના દિલીપભાઇ, અરજણભાઇ, હિતેન્દ્રસિંહ તથા ષીરાજસિંહને સંયુકત બાતમી મળેલ કે, બ્રાસ ચોરીમાં હડમતીયા-મતવાના શખ્સો સંડોવાયેલા છે.
જેના આધારે એલસીબીની ટીમ દ્વારા દરેડ જુના આશાપુરા માતાના મંદિર પાસે નીલગીરી વિસ્તારમાં અવાવ જગ્યામાં રાખેલ બ્રાસનો માલ આરોપીઓ સગેવગે કરવા એકઠા થયા હતા જેના આધારે પોલીસે ત્રાટકીને જામનગર તાલુકાના હડમતીયા-મતવા ગામના કેવીન વિજય સંઘાણી, જીવણ હીરા ધાવતર અને પુના સેજા ધાવતર નામના 3 શખ્સોને પકડી લીધા હતા.
તેમના કબ્જામાંથી બ્રાસનો તૈયાર માલ તથા છોલ કુલ 509 કીલો તથા 22 હજાર રોકડા, 1 મોટરસાયકલ, 1 ગ્રાઇન્ડર મશીન મળી કુલ 3.24.575નો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓએ ગ્રાઇન્ડર મશીન વડે કારખાનાના શટર અને ઓફીસના શટરના તાળા કાપી અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો, ત્રણેય શખ્સને આગળની તપાસ માટે પંચ-બી પોલીસને સોપી આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકાના જીવાદોરી સમાન સાની ડેમનું કામ ગોકળગાયની ગતિએ
May 16, 2025 11:17 AMબાબરા તાલુકાના સમઢિયાળા નજીક પવનચક્કી બ્લાસ્ટ થતાં આગ લાગી
May 16, 2025 11:12 AMમોરબીમાં ક્રિકેટ સટ્ટામાં યુવાનને ફસાવી હારી જતા અપહરણ કર્યાની ફરિયાદ
May 16, 2025 11:11 AMગુજરાતમાં ગન કલ્ચર રોકવા હથિયારના પરવાના ધડાધડ રદ
May 16, 2025 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech