જામનગર : હાપા યાર્ડમાં મગફળીની આવકમાં બ્રેક

  • November 13, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા માર્કેટીંગ યાર્ડમાં રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા જ આવક ધમધોકાર શરૂ થયેલ જેને લીધે હાપા યાર્ડ મગફળીની આવકથી છલોછલ થઇ જતા બુધવારના રોજ મગફળીની આવકમાં બ્રેક મારવામાં આવી છે. બુધવારે સૌથી વધુ આવક કપાસ અને લસણની થઇ છે. કુલ જણસ ૧૧૨૪૭ ગુણી આવક થવા પામી હતી.

હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૫૭૦ થી ૭૯૦, બાજરી ૪૩૫ થી ૫૬૫, ઘઉં ૪૯૪ થી ૬૦૦, મગ ૧૦૦૦ થી ૧૨૭૦, અળદ ૧૦૦૦ થી ૧૨૦૫, તુવેર ૧૦૦૦ થી ૧૨૯૫, ચોળી ૫૦૦ થી ૭૫૦, ચણા ૧૦૦૦ થી ૧૧૧૮, ચણા સફેદ ૧૦૧૦ થી ૧૬૭૦, મગફળી જીણી ૯૦૦ થી ૧૧૧૦, મગફળી જાડી ૮૦૦ થી ૧૦૧૦, મગફળી ૬૬ નં. ૧૦૦૦ થી ૧૨૫૫, મગફળી ૯ નંબર ૯૦૦ થી ૧૭૧૦, એરંડા ૧૦૦૦ થી ૧૨૯૪, તલી ૧૨૦૦ થી ૨૩૪૫, રાયડો ૧૦૫૦ થી ૧૩૦૫, લસણ ૫૦૦ થી ૧૦૦૫, કપાસ ૧૧૬૦ થી ૧૫૧૦, જીરૂ ૩૩૦૦ થી ૩૮૬૦, અજમો ૧૨૦૦ થી ૩૨૧૫, અજમાની ભૂસી ૭૦ થી ૧૮૦૦, ધાણા ૧૧૮૦ થી ૧૫૪૫, મરચાં ૧૩૫૫ થી ૨૯૫૦, ડુંગળી સુકી ૬૫ થી ૧૦૦, સોયાબીન ૭૦૦ થી ૯૨૫ સુધીના ભાવ બોલાયા હતા બુધવાર કુલ જણસ ૨૯૧૨૨ મણ ગુણી ૧૧૨૪૭ જે ૧૧૧૬ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે તલી નંબર રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application