તા. 29 માર્ચ 2025 ના રોજ ધ્રોલ મુકામે 33 દિવ્યાંગો ને કૃત્રિમ પગ પહેરાવવાનો કેમ્પ સંપન્ન થયો હતો, જીવન માંગલ્ય ટ્રસ્ટ શાખા ધ્રોલ ના યુવા ટ્રસ્ટી શ્રી ગિરિરાજસિંહ જાડેજાની યાદીમાં જણાવે છે કે અંધજન મંડળ અમદાવાદ ના ટેકનિકલ સપોર્ટ તથા આવાસ ફાઇનાન્સ લિમિટેડ ના અનુદાનથી તથા જીવન માંગલ્ય ટ્રસ્ટના ગ્રાઉન્ડ સર્વેના કારણે આ કેમ્પ સફળ થયો હતો. આ કાર્બનફૂટ માં પ્રતિ દિવ્યાંગ 50,000 ના ખર્ચ આવતો હોય કુલ 33 દિવ્યાંગોને માટે આવાસ ફાઇનાન્સ નું માતબર દાન મળ્યું હતું.
તા. 24 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રથમ કેમ્પ મારફતે આ દિવ્યાંગોના પગના માપ લેવાનું કામ થયું હતું તેની ફળશ્રુતિ રૂપે આજે પગ પહેરાવાનું કામ સંપન્ન થયું. આ કાર્યક્રમના અધ્યક્ષ પદે ધ્રોલ નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી વી.ડી રથવી સાહેબે પોતાનું વક્તવ્ય આપતા ઉક્ત સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા તેમ જ આ તકે ભૂચર મોરી ટ્રસ્ટી ના નિર્મળસિંહ જાડેજા તથા રાજભા જાડેજા પૂર્વ પ્રમુખ ધ્રોલ તાલુકા ભાજપ, તથા રાજભા સોલંકી, તથા ગૌરવભાઈ મહેતા હિન્દુ સેના પ્રમુખશ્રી, દાજીરાજસિંહ ઝાલા સાહેબ, જગતસિંહ જાડેજા, કાર્તિકભાઈ ચૌહાણ, તેમ જ અંધજન મંડળ તરફથી સુરસિંગભાઈ રાઠોડ તથા જગન્નાથ મલિક સાહેબ નું માર્ગદર્શન મળેલું તેમજ ટેકનીકલ ટીમ શ્રી વસંતભાઈ, ત્રીકમભાઈ, રાજુભાઈએ ડોક્ટરને છાજે તેવી કુશળતા થી પગ પહેરાવાનું અને તાલીમ આપવાનું ઉત્તમ કામ કર્યું હતું, આ તકે જીવન માંગલ્ય ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી અલ્પાબા જાડેજા તથા મેનેજીંગ ટ્રસ્ટી અનિરુદ્ધસિંહ જાડેજા એ ઉપસ્થિતિ આપી હતી અને ટીમ ને આ "માનવ સેવા એ જ પ્રભુ સેવા" ના ઉદ્દેશ્યથી દિવ્યાંગોને કૃત્રિમ પગ આપવાનું અભુતપૂર્વ કામ થયું હતું તેમને બિરદાવ્યા હતા.
દિવ્યાંગોના જીવનમાં ઓશિયાળા પણું દૂર કરી તેમને પોતાના પગ પર ચાલવાનો અનુભવ ને આનંદ પ્રાપ્ત થયો હતો.. આ જ ઉદ્દેશ્ય સાથે કેમ્પ સંપન્ન થયો હતો, ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં સ્વરોજગારના કાર્યો પ્રારંભ કરવા અંગે પણ ચર્ચા વિચારણા થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતે આઈએમએફમાં પાકની પોલ ખોલી, પરંતુ સભ્ય દેશોને બેલઆઉટ પેકેજ માટે રોકી ન શક્યું
May 10, 2025 10:41 AM3 વર્ષ સુધી યૌન શોષણ કરી, 4 વખત ગર્ભપાત કરાવી ત્યકતાને તરછોડી દીધી
May 10, 2025 10:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech