ભુજ શહેરમાં પોલીસની 7-8 વાન સાયરન સાથે ફરતી કરાઈ છે. પોલીસે તમામ બજારોમાં ખુલ્લી દુકાનોને બંધ કરાવી છે. ભુજમાં એકપણ વ્યક્તિને બહાર ન રહેવા સૂચના અપાઈ છે.
પાકિસ્તાનના 6 ડ્રોન અને મિસાઈલ ધ્વસ્ત
જ્યારે બીજી તરફ કચ્છમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના 6 ડ્રોન અને મિસાઈલ તોડી પડાઈ છે. તેમજ નલિયા નજીક ચાર, ભુજ પાસે બે ડ્રોન નષ્ટ કરવામાં આવ્યા છે.
કચ્છ સરહદ પર હલચલ જોવા મળી
ભારત-પાકિસ્તાન યુદ્ધને લઇને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હલચલ જોવા મળી રહી છે. અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું છે. નલિયાથી 22-25 કિમી દૂર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમના ખેતરમાં કાટમાળ પડ્યો છે. આ ડ્રોન છે કે મિસાઇલ તેની હાલ તપાસ થઈ રહી છે. ભુજ જડબેસલાક બંધ
ભુજમાં ઘરની બહાર ન નીકળવા આદેશ
ભુજમાં ઘરની બહાર ન નીકળવા આદેશ કરાયો છે. સાથે જ નાગરિકોએ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા સૂચના અપાઈ છે. આજે (10 મે, 2025) સવારના 5 વાગ્યાને 5 મિનિટે ઘડાકાનો અવાજ સંભળાયા હોવાનો લખપતના લોકોએ દાવો કર્યો છે. હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે.
કંડલાથી 15 કિમી દૂર ડ્રોન તૂટી ભડભડ સળગ્યું
કંડલાથી 15 કિમી દૂર પૂર્વ કચ્છના આદિપુરમાં એસઓજી ઓફિસની બાજુમાં SRCના ખાલી પ્લોટમાં ડ્રોન તૂટી પડતા લોકોની ભીડ ઉમટી છે. પોલીસે ભીડને ખદેડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટમાં દરરોજ ૩૮ આવશ્યક ચીજનાભાવનું મોનિટરિંગ કરવા કલેક્ટરનો આદેશ
May 10, 2025 02:43 PMખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech