ખંભાળીયા સોનલબીજ ઉત્સવમાં કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિ: સમાજ દ્વારા સન્માન

  • January 06, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલેક્ટર જી.ટી.પંડ્યાએ સોનલ માં એ સમાજના ઉત્થાન માટે કરેલ કાર્યો અને ક્રાંતિકારી વિચારોને યાદ કર્યા હતા


દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આવેલ સોનલ ધામ ખાતે  સોનલ જન્મોત્સવમાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા ખાસ હાજરી આપી હતી  સોનલબીજની સર્વેને શુભકામના પાઠવી હતી આ તકે સમાજ અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું.


ખંભાળીયા જડેશ્વર રોડ પર આવેલ સોનલ ધામ ખાતે સોનલ માતાજીના મંદીરે સોનલમાંના પ્રાગટય દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મોત્સવમાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, ખંભાળીયા મામલતદાર વિક્રમ વરૂ ખાસ હાજરી આપી હતી. આ તકે કલેક્ટર જી.ટી.પંડ્યાએ સોનલમાં એ સમાજના ઉત્થાન માટે કરેલ કાર્યો અને ક્રાંતિકારી વિચારોને યાદ કર્યા હતા. સોનલમાંના જન્મદિવસની સર્વેને શુભકામના પાઠવી હતી. આ તકે સોનલધામ ટ્રસ્ટ અને શ્રી સોનલમાં એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ સમાજ અગ્રણીઓ રાણાભાઇ જામ, પરબતભાઈ ગઢવી, મહેશભાઈ મોવર, નવલભાઇ ધારાણી, ખીમાભાઈ રૂડાચ, કિશોરભાઈ રૂડાચ, ભાયાભાઈ સિંધિયા, પ્રવીણભાઈ માયાણી, દેવુભાઈ જામ દ્વારા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સોનલમાંએ સમાજમાં ચાલતી અંધશ્રદ્ધા દૂર કરવા અને સામાજિક વિકાસ માટે અનેક સંદેશાથી સાચી રાહ ચીંધી રૂઢી ચુસ્તતા છોડાવી સમાજને કન્યા કેળવણી તરફ લઈ જઈ અઢારેય વર્ણને શિક્ષિત બનાવવા પ્રેરણા આપી સમાજ ઉત્થાન માટેના કાર્યો ફળદાઇ બન્યા છે. લાખો  લોકો માટે સોનલમાં આસ્થા વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application