દ્વારકામાં આવેલી એક હોટલ પાસે ચાલી રહેલા કામ દરમિયાન આ સ્થળે કામ ચાલુ રાખવા બાબતે પૈસાની માંગણી કરી, બુધવારે નંબર પ્લેટ વગરની કારમાં આવેલા ચાર શખ્સોએ યુવાનને ફડાકા ઝીંકી, રોકડ રકમની લૂંટ ચલાવી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે દ્વારકા નજીક આવેલી ફર્ન હોટલની બાજુમાં ચાલી રહેલી હોટેલની સાઈટના કામના સ્થળે છેલ્લા આશરે આઠેક માસ દરમિયાન વરપા ધીરા નાંગેશ, રામ ધીરા નાંગેશ, અશોક વરપા નાંગેશ અને વિનોદ વરપા નાંગેશ (રહે. બરડીયા) નામના શખ્સો દ્વારા છેલ્લા આઠેક માસથી અવારનવાર અહીંની સાઈટ ઉપર રહેલા જયકિશન કમલેશભાઈ વિઠલાણી નામના યુવાન પાસે જઈને કામ ચાલુ રાખવા બાબતે રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જેથી જયકિશનભાઈએ નિર્મલભાઈ સમાણી સાથે વાત કરવાનું જણાવ્યું હતું. તેમ છતાં પણ ગઈકાલે બુધવારે તેઓ સાઈટ ઉપર હતા, ત્યારે સફેદ કલરની નંબર વગરની ક્રેટા કારમાં લાકડાના ધોકા સાથે આવેલા આરોપી શખ્સોએ ફરિયાદી જયકિશનભાઈને પકડી રાખી, અને ફડાકા ઝીંકી લીધા હતા.
આટલું જ નહીં, આરોપીઓએ તેમના ખિસ્સામાં રહેલું પાકીટ કાઢી, અને તેમાંથી રૂપિયા 10,500 ની લૂંટ ચલાવી હતી. આ પછી જતા જતા આરોપીઓએ હવે પછી જો તેઓ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે જયકિશનભાઈ વિઠલાણીની ફરિયાદ પરથી તમામ ચાર આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. ડી.એમ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech