જૂનાગઢ અંબિકા ચોકમાં ગાયે તબીબને હડફેટે લીધા

  • August 12, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

     જૂનાગઢમાં અંબિકા ચોકમાં  સોમવારે રાત્રે ગાયે રસ્તો પસાર કરતા તબીબને ઠોકરે ચડાવતા તબિબને માથામાં ઇજા થઈ હતી. લોહી લુહાણ તબીબને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ રખડતા ઢોરના ત્રાસથી લોકોમાં રોષ ફેલાયો છે.
       જૂનાગઢમાં એક તરફ બિસ્માર રોડ અને બીજી તરફ માર્ગો પર  પશુઓના અડીંગાથી લોકોને મુશ્કેલી થઈ રહી છે. રખડતા ઢોર અવારનવાર લોકોને ઈજાગ્રસ્ત કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા પશુઓને ઝડપવા કાર્યવાહી થતી નથી.ગઈકાલે અંબિકા ચોકમાં ચાલીને જતા ડો સિંધવાને ગાયે હડફેટે લીધા હતા.તબીબ ફંગોળાઈ પટકાયા હતા અને માથામાં ઈજા થઈ હતી.ઘટના બાદ આસપાસ રહેતા લોકો અને વેપારીઓ એકઠા થયા હતા અને૧૦૮ મારફત પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પશુઓના ખડકલા જોવા મળે છે. છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી, જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. અગાઉ જવાહર રોડ પર મહિલાને ગાયે ઠોકરે ચડાવી હતી અને ગંભીર ઈજા કરી હતી
 પશુઓના અવિરત હુમલાના કારણે તંત્રના દાવા પોકળ જોવા મળી રહ્યા છે. જેથી વધુ નિર્દોષ લોકો ભોગ બને તે પૂર્વે રખડતા ઢોરને ઝડપવા શહેરીજનોમાંથી માંગ ઉઠી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application