જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતો એક યુવાન કેરી ખરીદવા માટે એક રેકડી પર ગયો હતો, જ્યાં ભાવતાલ કરવાની નજીવી બાબતમાં રેકડી ધારકે તેના પર હુમલો કરી દેતાં તેને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.જે હુમલા બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ કલ્યાણ ચોક વિસ્તારમાં ફ્રુટ ની લારી પર ખરીદી અર્થે આવેલા સુલેમાન જુમ્માભાઈ ચન્ના નામના યુવક પર કેરી ખરીદી પર ભાવતાલ કરવાની નજીવી બાબતે રેકડી ધારક દ્વારા ઈલેક્ટ્રિક વજન કાટા વડે હુમલો કરી દેવાતાં પોતે લોહીલુહાણ બન્યો હોવાઘી સારવાર અર્થે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેના પરિવારજનો વગેરે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને આ હુમલાના બનાવ અંગે રેકડી ધારક સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application