જામનગરમાં 1404 આવાસ યોજનાના જર્જરિત મકાનો પૈકીના 2 બ્લોકના 24 ફ્લેટ આજે તંત્ર દ્વારા ખાલી કરાવાયા: સામાન ફેરવતી વખતે એક મહિલા બેશુદ્ધ બની: ભારે પોલીસ વચ્ચે જામ્યુકોના તંત્રની કાર્યવાહી
જામનગરના 1404 આવાસ યોજનાના મકાનો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા ગત વરસે જૂન-ર0ર3માં મકાનના રહેવાસીઓને આવાસ ખાલી કરી આપવા નોટીસ આપી હતી. તેમ છતાં આસામીઓએ મકાન ખાલી કયર્િ ન હતા, ગઇકાલે કોર્પોરેશનની ટીમ લોકોના વિરોધ બાદ પરત હતી, પરંતુ આજ સવારથી જ બે બ્લોક ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી હતી અને બપોરના 1 વાગ્યા બાદ બ્લોક નં. 71 અને 7ર ના કુલ ર4 જેટલા ફલેટ તોડવાની કામગીરી શ કરાતા વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી, એક સમયે મહિલા બેશુઘ્ધ બની ગઇ હતી, પરંતુ કોર્પોરેશનની એસ્ટેટ શાખાની ટીમે ચોમાસાને ઘ્યાનમાં લઇને કોઇપણ જાતની જાનહાનિ ન થાય તે હેતુથી આ બ્લોક તોડવાની કામગીરી શ કરી દીધી હતી.
જેથી આજે સવારે જેએમસીની એસ્ટેટ શાખા તેમજ અન્ય શાખા દ્વારા જગ્યા કરાવવા માટે તેમજ જર્જરિત મકાનોના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને બ્લોક નંબર 72 અને 3 નંબરના બે બિલ્ડિંગ, કે જેમાં 12-12 ફ્લેટ આવેલા છે, તે પૈકીના 24 ફલેટ આજે સૌ પ્રથમ ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમની સાથે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જે બે બ્લોક ખાલી કરાવાયા તેમાં હાલ 8 જેટલા રહેવાસીઓ વસવાટ કરતા હતા, તેઓના માલ સામાન ખાલી કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે પ્રક્રિયા દરમિયાન એક મહિલા બેશુદ્ધ બની હતી. તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવા માટેની કાર્યવાહી કરી હતી. જોકે તેણી હાલ સ્વસ્થ છે. માત્ર તડકો અને ગરમીની અસર થઈ હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ દ્વારા અન્ય ફલેટ ખાલી કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં સૌપ્રથમ બે અતિ જર્જરીત બ્લોક ખાલી કરાવાયા હતા અને અતિ જર્જરીત હોય તેવા બ્લોકનું ડીમોલેશન શ કરી દેવાયું હતું. આ આવાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, અને ડિમોલીશનનો ઉગ્ર વિરોધ દશર્વ્યિો હતો જેથી જામનગર મહાનગરપાલિકાની તમામ ટીમને પરત ફરવું પડ્યું હતું.
ત્યારબાદ ડી.એન. મોદીની સૂચનાથી પાડતોડની કામગીરી શ કરી દેવામાં આવી છે, આ સમયે કોઇપણ જાતનો બનાવ ન બને તે માટે મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા આજે બે બ્લોક ખાલી કરાવ્યા પછી પીજીવીસીએલ ની ટીમને બોલાવીને બંને બિલ્ડીંગના વિજ જોડાણ કટ કરાવી તેમાં લગાવેલા વીજ મિત્રો વગેરે ઉતરાવી લીધા છે, તેમજ મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇન ના કનેક્શન કટ કરી લેવાયા છે, અને સ્થાનિક રહેવાસીઓનો તમામ માલ સામાન કાઢાવી લેવાયો છે. આ લખાય છે ત્યારે બપોરે 1.30 વાગ્યે પાડતોડની કામગીરી શ કરી દેવામાં આવી છે અને આજ સાંજ સુધી લગભગ ર4 જેટલા બ્લોક તોડી નાખવામાં આવશે. તેમ જાણવા મળે છે આજે ખાલી કરવાની કાર્યવાહી વેળાએ એક વ્યક્તિએ બફાટ કરતા પોલીસે તેને સ્થળ પરથી દૂર ખસેડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech