તા. 4ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત-મુંબઇ અને દેશ-વિદેશમાંથી સત્સંગીઓ રહેશે ઉપસ્થિત
પૂ. જેન્તિરામ બાપાના સાનિધ્યમાં દ્વિ દિવસીય કાર્યક્રમો સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભજન-સત્સંગ-સંતવાણી-લોકડાયરામાં દેવરાજ ગઢવી સહિતના કલાકારો જમાવટ કરશે દેશ-વિદેશથી ભાવિકો ઉમટશે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણથામ આશ્રમ ખાતે આગામી તા. 4 જાન્યુ. ને શનિવાર અને પોષ સુદ-5 ના રોજ પૂ. સત હરીરામબાપા જન્મ જયંતિ હોય જેની પૃ. જેન્તીરામ બાપાના સાનિધ્યમાં ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે.
જેમાં શુક્રવારથી જ આ દ્વિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ થશે જેમાં સારથી જ પૂ. જેન્તીરામ બાપાની સત્સંગ સભા સાંજે પણ સત્સંગ સભા યોજાશે. અને શનીવારના રોજ પૂ. હરીરામ બાપાના પ્રાગટયોત્સવની ઉજવણીના ભાગરૂપે પૂ. જેન્તીરામ બાપા, પૂ. બાપાની ચરણ પાદુકાનું પૂજન કરી ભાવવંદના કરશે. અને ત્યારબાદ પુ જેન્તીરામ બાપા તેમના ગુરુદેવ પૂ. હરીરામબાપાની સેવામાં વિતાવેલ અલૌકીક અવિસ્મરણીય પળોનું સત્સંગ સભામાં વર્ણન કરશે અને પૂ. બાપાના આશિવર્દિયો જીવનમાં આવેલ પરિવર્તન મુળ સ્વપથી ઓળખ સહિતના ગહન વિષયોનું અનુભવગત માર્ગદર્શન પણ આપશે અને શનીવારે રાત્રે 9 કલાકે સંતવાણી લોકડાયરાના કાર્યક્રમમાં લોકસાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી તેમજ સવદાસભાઇ ગાગલીયા કેવલ દવે સહિતના કલાકારી જમાવટ કરશે.
આ દ્વિદિવસીય ઉત્સવનો લઇને સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત-મુંબઇ અને દેશ-વિદેશમાંથી સત્સંગીઓ આ કાર્યક્રમનો લાભ લેવા ઉપસ્થિત રહેશે તેમજ સંતો-મહંતો પણ ખાસ ઉપસ્થિત રહી ધર્મસભામાં આશિવચન પાઠવશે.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવિકો ભાગ લેવાના હોય જેને ધ્યાનમાં લઇ આવાસ નિવાસ અને 10 હજારથી વધુ સત્સંગીઓ સત્સંગનો લાભ લઇ શકે તે માટે તાલપતરીજડીત ઠંડીથી આરક્ષિત એવું વિશાળ ડોમ ઉભું કરવામાં આવ્યું છે. અને સમગ્ર શયક્રમને સફળ બનાવવા આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઇ શીલુ રાજેશભાઇ તથા હિતેષભાઇ અને કમલેશભાઈ મહિતના સેવક પરિવાર દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે. અને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech