દ્રારકાના દરિયાકાંઠેથી બે વખત નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો હતો, હજુ ગઇકાલે કચ્છમાં પણ દરિયાકાંઠેથી ડ્રગ્સ મળી આવ્યો છે, ત્યારે આજે દ્રારકાના વાંચ્છુ દરિયાકાંઠેથી ફરી એક વખત નશીલા દ્રવ્યોનો જથ્થો મળી આવતા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે, એફએસએલની મદદ લેવાઇ છે, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન નીચે ઝીણવટભરી તપાસ શરૂ થઇ છે, સીલસીલાબધં રીતે દ્રારકા, કચ્છ સહિતના દરિયાકાંઠેથી નશીલા દ્રવ્ોનો જથ્થો મળી રહ્યો હોવાથી એવી પ્રબળ શકયતા છે કે, વિશ્ર્વના કુખ્યાત ડ્રગ્સ માફીયાઓ દ્રારા ભારતમાં નશીલા દ્રવ્યો ઘુસાડવા માટે વધુ એક વખત ગુજરાતના દરિયાકાંઠાનો લેન્ડીંગ પોઇન્ટ તરીકે ઉપયોગ શરૂ થયો છે.
તાજેતરમાં દેવભૂમિ દ્રારકા જિલ્લાના મીઠાપુર પંથક સહિત જુદા જુદા સ્થળેથી ા. ૨૭ કરોડનુ ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યા બાદ પોલીસ દ્રારા હજુ સર્ચ યથાવત રખાયુ છે. દેવભૂમિ દ્રારકા જિલ્લા પોલીસ દ્રારા સ્થાનિક મીઠાપુર દ્રારકા પોલીસ તથા એલ.સી.બી., એસ.ઓ.જી. પોલીસ દ્રારા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય તથા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ ચેકીંગ કરતા એક વખત ૧૬ કરોડ ઉપરાંત બીજી વખત ૪૩ લાખ તથા ત્રીજી વખત ૧૦ કરોડ ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
દ્રારકા પંથકના વારછુ દરીયા કાંઠે ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ મળી આવ્યાના અહેવાલ વહેતા થતા પોલીસ ટુકડીઓ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પોલીસ ટુકડીઓ દ્રારા એફએસએલની મદદથી ડ્રગ્સ બાબતે ખરાઇ કરવા અને કેટલો જથ્થો છે, તેની બજાર કિંમત શું છે એ સહિતની વિગતો અંગે ધમધમાટ આદર્યેા છે, દ્રારકા જીલ્લામાં એક પછી એક ડ્રગ્સનો જથ્થો બિનવારસુ મળી આવ્યા બાદ વધુ એક વખત કરોડોનું ડ્રગ્સ મળી આવ્યાનું બહાર આવતા અનેક ચર્ચાઓ થઇ રહી છે.
દરિયામાં ઓટ આવે તે પછી ભરતી ૧૨ કલાક પછી આવતી હોય ઓટ વખતે દરિયાના પાણી કાંઠાના વિસ્તારમાં ભરાયેલા રહેતા હોય આનો લાભ લઈને ડ્રગ્સ ઉતારવા કારસ્તાન ડ્રગ્સ માફિયાઓ કર્યાનું અનુમાન થઈ રહ્યું છે. તો દ્રારકા પંથકમાંથી જે રીતે બિનવારસુ ડ્રગ્સનો જથ્થો કરોડોનો પકડાયો તેવી જ રીતે કચ્છમાં પણ બે સ્થળેથી જે ડ્રગ્સ દ્રારકા વિસ્તારમાં પકડાયું તેને સમાન ડ્રગ્સના પેકેટ કચ્છથી પણ પકડાયા હોય દ્રારકા કચ્છના ડ્રગ્સને સમાનતા હોય બન્ને જથ્થો એક સાથે નીકળવાનું પણ અનુમાન થઇ રહયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ દ્રારકા પંથકમાંથી હેરોઇન, એમડી ડ્રગ્સ પકડાયુ હતું, જે તે વખતે કરોડોની કિંમતના ડ્રગ્સની તપાસ જામનગર અને જોડીયા સુધી લંબાઇ હતી, તાજેતરમાં વેરાવળમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા ફરી એકવાર જોડીયા ચર્ચામાં આવ્યુ હતું અને હાલમાં દ્રારકાના દરીયાઇ કાંઠે બિનવારસુ કરોડોનું ચરસ ત્રણ તબકકામાં મળી આવ્યુ હતું જે બાબતે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ તપાસ ચલાવી રહી છે અને ગઇકાલે આ અંગેની સર્ચ તેમજ કોમ્બીંગની કાર્યવાહી દરમ્યાન વધુ એક વખત કરોડોનું ડ્રગ્સ હાથ લાગ્યુ છે જેની બજાર કિંમત અંગે પોલીસ સહિતની ટુકડીઓ કમર કસી રહી છે.
ત્યારે દ્રારકા પંથકમાં મળી આવતા ડ્રગ્સના કારણે ડ્રગ્સ માફીયાઓ સુધી પહોચવા જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્રારા જીણવટભરી કાર્યવાહી આ દિશામાં ચલાવવામાં આવી રહી છે. બિનવારસુ ડ્રગ્સ મળી આવતુ હોય આથી શું ડ્રગ્સ માફીયાઓએ દરીયાની ભરતી ઓટનો કેરીયર તરીકે ઉપયોગ કરી રહયા છે એવા અનુમાન અને તારણો ઉચ્ચ અધિકારીઓ દ્રારા લાગવીને આ દિશામાં પણ તપાસનો કેમેરો કેન્દ્રીત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech