જામનગર : ચેક રીટર્ન કેસમાં પાંચ માસની સજા

  • November 13, 2025 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના સોની વેપારી જેન્તીભાઇ વેલજીભાઇ ભીંડીને ધંધામાં નાણાની જરુરિયાત ઉપસ્થિત થતા તેમણે ફરીયાદી ભાવેશભાઇ કાંતિભાઇ ફલીયા પાસેથી મિત્રતા સંબંધના દાવે રૂ. ૫૦,૦૦૦ હાથ ઉછીના લીધેલ હતા અને તે રકમ તેઓ પરત ચુકવી આપશે તેવી ખાત્રી આપી હતી અને સીકયુરીટી પેટે તેમણે ફરીયાદીને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા, જામનગર શાખાનો રૂ. ૫૦,૦૦૦નો ચેક આપેલ હતો આ કામના ફરીયાદીએ સોની વેપારી જેન્તીલાલ વેલજીભાઇ ભીંડીને ઉછીના લીધેલ ફરીયાદીને આપેલ રૂ. ૫૦,૦૦૦નો ચેક તેમના ખાતામાં નાખી કલીયર કરાવવાનું જણાવેલ આથી ફરીયાદી ચેક તા.૨૯-૮-૧૯ના રોજ ફંડ અનસુફીશીયન્ટના શેરા સાથે પરત આવેલ જેથી આ કામના ફરીયાદીએ ચેક રીટર્ન અંગે જાણ કરતા તેઓ પાસે હાલ કોઇ રકમ ન હોય અને તેમણે જે કાંઇ કાયદાકીય પ્રોસીજર કરવી હોય તે કરવા જણાવેલ હતું.


જેથી ભાવેશ કાંતીભાઇ ફલીયાએ એડવોકેટ મારફત લીગલ નોટીસ આપેલહ તી. જે નોટીસ જેન્તીભાઇ વેલજીભાઇ ભીંડીને મળી જવા છતાં તેમણે ફરીયાદીને રૂ. ચુકવેલ ન હતા. આથી ફરીયાદી ભાવેશ કાંતિભાઇ ફલીયા દ્વારા જામનગરની કોર્ટમાં ફોજદારી ફરીયાદથી દાખલ કરવામાં આવેલ હતી જેમાં કોટેૈ સોની વેપારી જેન્તીભાઇ વેલજીભાઇ ભીંડીને નોીસ કરતા તેઓ તેમના વકીલ મારફત હાજર થયેલ હતા અને કેસ ખોટો હોવાનું અને તેઓએ કોઇ રકમ ફરીયાદી પાસેથી ઉછીની મેળવેલ ન હોવાનો ઇન્કાર કરેલ હતો. 


આમ ફરીયાદીએ કોર્ટમાં સોની વેપારીને રૂ. ૫૦,૦૦૦ ઉછીના આપેલ હોવા અંગેના લેખીત દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજુ કરેલ અને સોગંદ પર જુબાની પણ આપેલ હતી. જયારે આ કામના આરોપી દ્વારા રકમ ચુકતે કર્યા અંગેના કોઇ આધાર પુરાવાઓ રજુ કરેલ ન હોવાથી કોર્ટે ફરીયાદીના કેસમાં રજુ થયેલ દસ્તાવેજી તથા મૌખિક પુરાવાઓ તેમજ દલીલ માન્ય રાખી ફરીયાદ મંજુર કરેલ હતી, અને આરોપી તકસીરવાન ઠરાવી પાંચ માસની સાદી કેદની સજાનો હુકમ તેમજ ચેકની રકમ રૂ. ૫૦,૦૦૦ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવાનો તેમજ જો વળતરની રકમ ભરવામાં આરોપી કસુર કરેતો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ જે કોર્ટે ફરીયાદીના વકીલની દલીલોને માન્ય રાખી આરોપીની અપીલ નામંજુર કરી ટ્રાયલ કોર્ટના હુકમને યથાવત રાખતો હુકમ જાહેર કરેલ છે અનેસાત દિવસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનું અને હાજર ન થાય તો આરોપી સામે વોરંટ ઇસ્યુ કરવાનું હુકમ કરેલ છે. આ કેસમાં રીસ્પોડન્ટ ભાવેશભાઇ કાંતિભાઇ ફલીયા તરફે જામનગરના સિનિયર એડવોકેટ અશોક નંદા, તથા એશો. પુનમ પી. પરમાર એડવોકેટ રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application