ભાનુશાળીવાડમાં દરોડો : રોકડ અને ગંજીપત્તા કબ્જે
જામનગરના હવાઇચોક પાસે ભાનુશાળી વાડ શેરી નં. ૫માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ચાર મહિલાઓની રોકડ સાથે અટકાયત કરવામાં આવી હતી.
હવાઇચોક નજીક ભાનુશાળી વાડમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતી ભાનુશાળી વાડમાં રહેતી કાજલબેન કાંતીલાલ રાઠોડ, દિનાબેન જેન્તી જોઇસર, ભાનુબેન જેન્તી કટારમલ અને હાલ વાપી રહેતા હીનાબેન અશ્ર્વીન કારીયાની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે દરોડા દરમ્યાન ૪૧૧૦ની રોકડ અને ગંજીપતા કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
***
ખંભાળિયામાં ચાર જુગારીઓ ઝડપાયા
ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા મોમૈયા બોઘા જામ, દેવુ નાગશી કારીયા, રમેશ ડાયા ડગરા અને જીતેન્દ્ર ગાંગા વઘોરા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂ. ૩,૧૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપેડલરે અનાજની કોઠીમાં છુપાવેલો ગાંજો ગુનાશોધક શ્વાન મદદથી શોધી કઢાયો
May 05, 2025 03:38 PMધો.૧૨માં મ્યુનિ.શાળાનો ડંકો; સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલનું ૧૦૦% પરિણામ
May 05, 2025 03:36 PMઘોડિયામાં સુતેલા એક મહિનાના બાળકને બિલાડીએ બચકા ભરતા મોત
May 05, 2025 03:30 PMપૂંછમાં આતંકીઓના ઠેકાણેથી મળ્યા 5 આઈઈડી
May 05, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech