9 મહિલા સહિત 20 ઝડપાયા
દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના મોજપ ગામે આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રવિવારે સાંજે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલા કુંવરબાઈ લખુભા જેસાભા ભગાડ, લક્ષ્મીબેન વિરમભા કેર, પરમાબેન પોપટભાઈ માણેક, રતનબેન કરમણભા ભાયા, કમાબાઈ નથુભા હાથલ, રૂપાબાઈ શુક્લભા વાઘેલા, રાજબાઈ જેતાભા માણેક, સુમરીબેન ઝાખરાભા વાઘેલા અને હીરાબેન ભાયાભા વાઘેલાને પોલીસે ઝડપી લઈ, કુલ રૂપિયા 10,270 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાણવડ તાલુકાના આંબલીયારા ગામે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, શૈલેષ ઉર્ફે ભકો જીવાભાઇ લીંબડ, મહેશ કારાભાઈ કદાવલા અને વશરામ કાનાભાઈ કદાવલાને જુગાર રમતા રૂ. 10,310 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ જ વિસ્તારમાં કરવામાં આવેલી અન્ય એક કાર્યવાહીમાં ભરત રાજા કદાવલા, જયેશ સવજી પિપરોતર અને હાસમ ઈસ્માઈલ હિંગોરા નામના ત્રણ શખ્સો જુગાર રમતા રૂ. 3,430 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
અન્ય એક કાર્યવાહીમાં ભાણવડ ટાઉન વિસ્તારમાંથી ઈમ્તિયાઝ ઉર્ફે અંતો મામદભાઈ બલોચ, અબ્દુલ હુસેનશાહ સર્વદી અને દિલીપ મૂળજી વાઘેલા નામના ત્રણ શખ્સો રોનપોલીસનો જુગાર રમતા રૂપિયા 1,260 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
દ્વારકા પોલીસે ટી.વી. સ્ટેશન વિસ્તારમાંથી નંઢાભા રવુભા માણેક અને અશોક નાંગશીભા માણેકને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકાના જીવાદોરી સમાન સાની ડેમનું કામ ગોકળગાયની ગતિએ
May 16, 2025 11:17 AMબાબરા તાલુકાના સમઢિયાળા નજીક પવનચક્કી બ્લાસ્ટ થતાં આગ લાગી
May 16, 2025 11:12 AMમોરબીમાં ક્રિકેટ સટ્ટામાં યુવાનને ફસાવી હારી જતા અપહરણ કર્યાની ફરિયાદ
May 16, 2025 11:11 AMગુજરાતમાં ગન કલ્ચર રોકવા હથિયારના પરવાના ધડાધડ રદ
May 16, 2025 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech