જામનગર : ધ્રોલ તાલુકાના સિદ્ધિવિનાયક સેન્ટર ખાતે રૂ. ર૧૩ કરોડની ટેકાના ભાવની મગફળીની સરકાર દ્વારા ખરીદી

  • January 08, 2026 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ધ્રોલ તાલુકામાંથી ખેડૂતોની મગફળી ખરીદી કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે જય સરદાર ખેડૂત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી લતીપુર દ્વારા મગફળીની ખરીદી કરીને પૂર્ણ કરેલ છે.


જય સરદાર ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી લતીપુરના પ્રમુખ રસિકભાઈ ભંડેરીએ વિગતો આપતા જણાવ્યું કે ધ્રોલ તાલુકા માંથી સિદ્ધિવિનાયક સેન્ટર ખાતે ૧૨૩૨૯ ખેડૂતોની મગફળી ટેકામાં વહેંચવામાં આવેલ અને તે પેટે ૨૧૩ કરોડની મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવેલ છે. અને આ પેટે ખેડૂતોને પોતે વેચેલ મગફળીનું પેમેન્ટ પણ સમયસર સરકાર દ્વારા જમા થઈ જાય છે અને અમારા ખરીદ સેન્ટર ઉપર કોઈ પણ જાતની ખેડૂતોને અગવડતા ન પડે તે માટેનું પણ સંસ્થાના વહીવટી સ્ટાફ દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવેલ છે જેથી ધ્રોલ તાલુકાના તમામ ખેડૂતોમાં હર્ષોઉલ્લાસ ની લાગણી પ્રવર્તેલ છે.


રસિકભાઈ ભંડેરી એ આ ખરીદીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, તેમજ પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ તાલુકાના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને ખેડૂત ભાઈઓ, પત્રકાર મિત્રો તેમજ નાની અનામી તમામ વ્યક્તિઓનું અને અમોને ઉપયોગી થયેલ દરેક વ્યક્તિઓનો આભાર માનું છું, આ ખરીદી પ્રક્રિયામાં કોયપણ ખેડૂતને મુશ્કેલી પડેલ હોય તો દિલગીરી વ્યક્ત કરૂ છું આ ખરીદીમાં આવેલ તમામ ખેડૂતોનો સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application