કામદારોને સફાઈ માટે ગટરમાં ઉતારાતા હોવાની સરકારની હાઈકોર્ટમાં કબૂલાત

  • May 06, 2025 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં મેન્યુઅલ  સ્કેવેજિંગથી  થતા મૃત્યુના મામલે જાહેર હિતની અરજી પર સુનામી હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારે હાઇકોર્ટ સમક્ષ સ્વીકાયુ છે કે આ પ્રથા નાબૂદ કરવા વધારે પગલાની જરિયાતો છે કોન્ટ્રાકટરો પાસે પૂરતા સંસાધનો હોવા જરી છે.યારે અરજદારે જણાવ્યું હતું કે, જામનગરમાં બે દિવસ પહેલા સેપ્ટિક ટેન્કની સફાઈ કરવા ઉતરેલાં ચાર લોકોને ઝેરી ગેસની અસર થઈ છે. ચાર પૈકી એક અસ૨ગ્રસ્ત આઈસીયુમાં છે. એડવોકેટ જનરલે પણ સ્વીકાયુ હતું કે, મેન્યુઅલ સ્કેવેન્ડિંગ રોકવા તાત્કાલિક પગલાંની આવશ્યકતા છે.
મેન્યુઅલ સ્કેવેજિંગથી થતાં મૃત્યુનાં મામલે થયેલી રિટ પિટિશનની સુનાવણીમાં હાઇકોર્ટમાં સરકારે પણ સ્વીકાયુ કે, આ પ્રથા નાબૂદ કરવા વધુ પગલાં લેવાની જર છે. કોન્ટ્રાકટરો પાસે પૂરતા સંસાધન હોવા જરી છે.
ગટરમા ઉતરવા અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર જ પ્રતિબધં છે ત્યારે ગટરની સફાઈ યાંત્રિક સાધનોથી જ કરવાની થાય, કોઈને ગટરમાં ઉતરવા ફરજ પાડી શકાય નહીં. આ માટે એક ગાઈડ લાઈન તૈયાર કરવામાં આવી છે. ગટરમાં કામદારને ઉતરવા ફરજ પાડનાર કોન્ટ્રાકટર વિદ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે. લોકોમાં જાગૃતિ લાવવા માટે જાહેર સ્થળોએ મેન્યુઅલ સ્કેવેન્જિંગ પ્રતિબંધિત હોવાની જાહેરાત કરતા હોડિગ્સ લગાવાશે. વધુમાં અરજદારે જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટર મેન્યુઅલ સ્કેવેન્ડિંગ નહીં કરાવે તેવી બાહેંધરી આપે છે, છતાં આ પ્રકારના બનાવો બને છે. કોન્ટ્રાકટરો પાસે પૂરતા સાધનો પણ હોતા નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે, જે કોન્ટ્રાકટર પાસે પુરતા સાધનો ના હોય તેનો કોન્ટ્રાકટ રદ કરી નાખવો જોઈએ. આ મુદ્દે વધુ સુનવણી સાત જુલાઈએ યોજાશે.હાઇકોર્ટની છેલ્લ ી સૂચના મુજબ સરકાર તરફથી એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ જરી માહિતી રજૂ કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશન વતી ઉપસ્થિત થયેલા સરકારી વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદના જજીસ બંગલો ખાતે સેપ્ટિક ટેન્કની સફાઇમાં કામદારનાં મૃત્યુ મામલે કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા શો કોઝ નોટિસ આપવામાં આવી છે. અમદાવાદમાં ગટર સફાઈના કામ સાથે ૨૩ કોન્ટ્રાકટર સંકળાયેલા છે.
સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યું હતું કે,શું કોન્ટ્રાકટરને ગટર સફાઈ કામનો કોન્ટ્રાકટ સોંપાતા કોન્ટ્રાકટમાં મેન્યુઅલ સ્કેવેન્ડિંગ ઉપર પ્રતિબંધનો ઉલ્લ ેખ કરવામાં આવે છે શરતોમાં કામદારોને આપવાના જરી સાધનો અને જવાબદારી અંગે શરત હોય કે ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરિમા સંસ્થાએ વર્ષ ૨૦૧૬માં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં ગટર સફાઈ કામદારોનાં મોતનાં કેસમાં તેના પરિવારજનોને વળતર ચૂકવવા, મેન્યુઅલ સ્કેવેંજિંગ પર સંપૂર્ણ પ્રતિબધં અને આવા કિસ્સાઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની દાદ માગવામાં આવી હતી. આમ છતાં રાયમાં મેન્યુઅલ સ્કેવેન્જીગં પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થઈ શકી નથી તેવો ખેદ પણ વ્યકત કરવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application