જિલ્લાના કેટલાક ગામડાઓમાં વાદળીયા વાતાવરણ વચ્ચે 55 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
રાજયના કેટલાક વિસ્તારોમાં ગઇકાલે અડધાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો છે, હજુ આજે પણ અમુક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી છે ત્યારે જામનગર જિલ્લામાં ગઇકાલે વાદળીયું વાતાવરણ રહ્યું હતું, જો કે બપોર બાદ તડકો જોવા મળ્યો હતો. ગઇકાલે સાંજે 55 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત મળી હતી.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 37.2 ડીગ્રી, લઘુતમ તાપમાન 29.4 ડીગ્રી, હવામાં ભેજ 73 ટકા અને પવનની ગતિ 50 થી 55 કિ.મી. પ્રતિકલાક રહી હતી. કેટલાક ગામોમાં તો તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે, આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે અને જામનગરમાં પણ આગાહી ન હોવા છતાં વાદળો બંધાયા છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડતા થોડો સમય વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જો કે બાદમાં ગરમીની શઆત થઇ હતી.
ગઇકાલે રાજકોટ, અમરેલી, અમદાવાદ, ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો, ધીરે-ધીરે ચોમાસુ આવી રહ્યું છે, જો કે આ વખતે દશેક દિવસ ચોમાસુ વ્હેલું આવ્યું છે.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, કલ્યાણપુર, જામજોધપુર, ખંભાળીયા, દ્વારકા, સલાયા, ફલ્લા ગામમાં પણ આજ સવારથી બફારો જોવા મળ્યો છે અને કેટલાક ગામોમાં તો વાદળીયું વાતાવરણ શ થયું છે, ગઇકાલે સાંજે 55 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો, લાંબા સમય બાદ ગુજરાતમાં જોરદાર ગરમી પડી રહી છે, મોટેભાગે સાંજના 6 વાગ્યા પછી ઠંડક રહેતી હોય છે, તેના બદલે રાત્રે પણ તાપમાન 41 થી 42 ડીગ્રી વચ્ચે રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech