જામકંડોરણાના ચિત્રાવડ ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દારૂડિયા પતિનો દારૂ ઢોળાઈ જતાં પત્નીને ભારે ગસ્સે ભરાઇ પત્નીને એસિડ પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બનાવને લઇ પોલીસે પતિ સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, જામકંડોરણાના ચિત્રાવડ ગામે રહેતાં
નિકીતાબા (ઉ.વ.૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પતિ યુવરાજસિંહ ઉર્ફે રાજા ભાવુભા ચુડાસમા (રહે.ચિત્રાવડ જામકંડોરણા) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી તેના પતિ સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેણીએ ચાર વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા છે. સાસુ જ્યોતિબા તથા દિયર બ્રિજરાજસિંહ બન્ને મંદબુધ્ધી (અસ્થીર) મગજના છે, જે બન્ને તેઓની સાથે રહે છે, તેણીનું પિયર ભુજનું ગુંદિયારી ગામ છે.
ગઈ તા.૧૪ ના બપોર ના સાડા બારેક વાગ્યે તેણી તથા તેના પતિ ઘરે હતા ત્યારે તેઓ જામનગર પોલીસ સ્ટેશને નિવેદન લખાવવાનુ કહીને ગયા હતા અને તેઓ રાત્રીના અઢી ત્રણ વાગ્યે ઘરે આવ્યા હતા. ત્યારે પતિ દારૂ પીધેલ હાલતમાં હતા. તેની પાસે એક કાળુ પ્લાસ્ટીકનુ ઝબલુ હતુ અને તેમા પાણીની તથા એક દારૂની બોટલ હતી. જે તેમણે ટેબલ ઉપર મુકી દીધી અને પછી મને જમવાનુ આપવાનુ કહેતા પત્નીએ જમવાનુ આપ્યું હતું. બાદ તેઓ જમી સુઈ ગયેલા અને તેણી પણ સુઈ ગઇ હતી.
વ્હેલી સવારના તેણી સાત વાગ્યે અને પતિ નવેક વાગ્યે જાગેલ અને તેઓએ ટેબલ ઉપર મુકેલ ઝબલામા જોઈને કહ્યું હતું કે, તે મારો દારૂ કેમ ઢોળી નાંખેલ જેથી પરિણીતાએ કહ્યું હતુ કે, મેં દારૂ ઢોળેલ નથી, તો તે ઉશ્કેરાય ગયો અને આ દારૂના ઝબલાનો ઘા તેણી તરફ કર્યો હતો અને ઝઘડો કર્યો હતો. જેથી પરિણીતા મોટા સસરા હાલુભા ચુડાસમાના ઘરે જવા નીકળતી હતી ત્યારે પતિએ પીઠના ભાગે થાપો મારી દિધેલ અને જાળી સાથે ભટકાડેલ અને ઢીકાપાટુ મારી ત્યાં ઓસરીમા પાડી દઈ કહેવા લાગેલ કે, આજે તો તને મારી જ નાંખવી છે તેમ કહી તેણીનો હાથ પકડી ઢસડી બાથરૂમમા લઈ ગયેલ અને ત્યા એસિડનો શીશો પડયો હોય જે શીશો લઈ તેણીનું મોઢુ પકડી તેણીને મારી નાખવાના ઈરાદે અસિડ પીવડાવવા લાગેલ અને બળજબરીથી એક ઘૂંટડો એસીડ પીવડાવી દિધેલ હતો.
તેણી રાડારાડી કરી તેને ધક્કો મારી બીજા રૂમમા જતી રહેલ અને ત્યાથી જામકંડોરણા પોલીસ સ્ટેશને ફોન કરી દિધેલ અને ત્યારબાદ મોટા સાસુ ચંદ્રાબા ચુડાસમાને ફોન કરી કહ્યું હતું કે, મને મારા પતિએ એસિડ પીવડાવી દીધુ છે, તમે તાત્કાલીક આવો તેમ જાણ કરતી હતી ત્યારે પતિ ત્યાં પણ ઘસી આવી ફોન આંચકી લઈ માથામાં ફોન મારતા લોહી નીકળવા લાગેલ અને આ દરમિયાન ચંદ્રાબા ચુડાસમા સહિતના લોકો આવી ગયેલ અને પોલીસ આવી જતા તેણીને ૧૦૮ મારફત સારવારમાં જામકંડોરણા સરકારી દવાખાને લાવેલ અને ત્યા પ્રાથમિક સારવાર મેળવી વધુ સારવાર માટે જુનાગઢ સિવીલ હોસ્પિટલમા સારવારમા દાખલ થયેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી જામકંડોરણા પોલીસે ગુનો નોંધી આરોપી પતિ યોગરાજસિંહ ચુડાસમાને સકંજામાં લઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના બે ખેલાડીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં પસંદગી
October 23, 2026 06:31 PM*હેમુગઢવી પાછળ ગેસપાઈપલાઈન તુટતાઆગ: બે દાઝયા*
October 23, 2026 03:41 PMજામનગર : પ્રશ્નના ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ
October 23, 2026 03:34 PMભારત બાયોટેકની કંપની અને વેજેન બાયો સાથે મળીને શોધશે બ્લડ કેન્સર માટે નવી થેરાપી
October 23, 2026 03:33 PMજામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા
October 23, 2026 03:28 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
