જામસઅલાયાના વહાણોનું ઇમિગ્રેશનનો પ્રશ્ર્ન ઉકેલાયો

  • November 12, 2025 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સલાયા બંદરમાં છેલા બે માસથી સલાયાના વહાણોનુ ઇમિગ્રેશન બંધ હતું .મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન વહાણવટીઓ તેમજ તેમની સાથે જોડાયેલ લોકોને થઈ રહ્યું હતું. જે બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી હતી.વિવિધ વર્તમાન પત્રોમાં પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. 


જે બાદ ગુજરાત રાજ્ય ગાંધીનગર અધિક મહાનિર્દેશક (ઇન્ટેલિજન્સ) કચેરી દ્વારા લેખિતમાં સબંધિત કચેરીઓને આ ઇમિગ્રેશન નજીકના ચેક પોસ્ટે ચાલુ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.જેમાં જણાવ્યા મુજબ સલાયાના વહાણોનું સી ઇમિગ્રેશન પોરબંદર ઇમિગ્રેશન ચેક પોસ્ટે નિયમોનુસાર કરવામાં આવશે.

​​​​​​​આ પ્રક્રિયા ચાલુ કરાતા વહાણવટીઓમાં ખુશીની લહેર પ્રસરી છે.હાલ આ પ્રક્રિયા સબંધિત કાર્યવાહી ચાલુ કરવામાં આવશે.જેથી સલાયાના વહાણવટાનો વ્યવસાય ફરી ધમધમતો થશે.અનેક લોકોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ થશે.તમામ વહાણવટા સાથે જોડાયેલ સંસ્થાઓ અને પ્રતિનિધિ મંડળોએ સરકારનો આભાર માનેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application