મોરબીમાં વગર જમીન સંપાદને ખાનગી જમીનમાં હાઈવે બનાવી દેવામાં આવ્યો, મુખ્યમંત્રી લાલઘૂમ

  • November 27, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં નાગરિકોની ફરિયાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે યોજાતા મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મોરબીના એક ગંભીર પ્રકરણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કાયદેસરની જમીન સંપાદનની પ્રક્રિયા કયર્િ વિના ખાનગી જમીનમાંથી નેશનલ હાઈવેનું એલાઈનમેન્ટ પસાર કરવામાં આવ્યું હોવાની રજૂઆત થતાં મુખ્યમંત્રીએ કલેક્ટર, એનએચએઆઈ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓનો આકરો ઉધડો લીધો હતો.



મોરબીના અરજદારે રજૂઆત કરી હતી કે તેમની ખાનગી માલિકીની જમીનમાંથી કાયદેસર સંપાદન કયર્િ વિના હાઈવેનું નિમર્ણિ કરવામાં આવ્યું છે. આ બાબતને ગંભીરતાથી લેતાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં સવાલ કર્યો હતો કે કોઈની માલિકીની જમીન કાયદેસરની પ્રક્રિયા વિના હાઈવે બનાવવા માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય? તેમણે અધિકારીઓને તાત્કાલિક આ પ્રકરણનો ઉકેલ લાવવા અને જવાબદારો સામે તપાસ કરીને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.



મુખ્યમંત્રીએ વગર જમીન સંપાદને તૈયાર કરાયેલા હાઈવેના એલાઈનમેન્ટને નિરસ્ત કરવા સૂચના આપતાં જરૂર પડે તો રોડ ખોદી કાઢવાની પણ તૈયારી દશર્વિી હતી. એટલું જ નહીં, હાઈવે દૂર કરીને સંબંધિત જમીન તેના મૂળ માલિક એવા અરજદારને પરત સોંપવાની તાકીદ કરી હતી. આદેશના પગલે એનએચએઆઈ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ માટે હવે આ પ્રકરણનું ઝડપી નિરાકરણ લાવવું અનિવાર્ય બન્યું છે.



દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા સ્વાગત કાર્યક્રમમાં અન્ય બે મહત્વપૂર્ણ ફરિયાદોનો પણ મુખ્યમંત્રીએ ગંભીરતાથી નિકાલ લાવવા સૂચના આપી હતી. અમદાવાદના ઘાટલોડિયામાં ધાકધમકીથી નાગરિકના મકાન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાની ફરિયાદમાં મુખ્યમંત્રીએ પોલીસ કમિશનરનો ઉધડો લઈ તાત્કાલિક કબજો ખાલી કરાવી મકાન અરજદારને સોંપવા આદેશ કર્યો હતો.



જ્યારે વડોદરાના તાંદલજા તળાવમાં દૂષિત પાણી આવવાની અને બ્યુટિફિકેશનની કામગીરીમાં વિલંબની રજૂઆતના પગલે મ્યુનિસિપલ કમિશનરને ગંદા પાણીનો પ્રવાહ અટકાવવા પાઈપલાઈન નાખવા, ગટરની મુખ્ય લાઈન બદલવા તેમજ બ્યુટિફિકેશનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.


ખાનગી મિલકતના અધિકાર અને કાયદેસરની પ્રક્રિયાના ભંગને લઈને મુખ્યમંત્રીએ મોરબીના કેસમાં દાખવેલી કડકાઈથી વહીવટી તંત્રમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે નાગરિકોની જમીન કે મિલકત મામલે નિયમોની અવગણના ચલાવી લેવામાં આવશે નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application