જામનગરમાં બાકી વેરાની વસૂલાત વેગવંતી, વધુ એક મિલકતને તાળાં મરાયા
૨.૩૫ લાખથી વધુ આસામીઓ પાસેથી અંદાજે રૂ.૪૧૪ કરોડ વેરા વસૂલાત બાકી
બે આસામીઓ પાસેથી રૂ.૩.૧૩ લાખના વેરાના એડવાન્સ ચેક મેળવાયા
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરા અને પાણી ચાર્જની વસૂલાત માટે શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત સીલિંગ સહિતની કડક કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રૂ.૬૦ લાખથી વધુનો મિલકત વેરો બાકી હોવાના કારણે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો)ની વર્કશોપ સીલ કરવામાં આવી હતી, જ્યારે શિવમ બ્રાસ પાસેથી રૂ.૨૮ લાખનો એડવાન્સ ચેક મેળવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ ગઈકાલે વધુ એક મિલકતને સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે આસામીઓ પાસેથી બાકી વેરાની વસૂલાત પેટે કુલ રૂ. ૩,૧૩,૬૬૦ના એડવાન્સ ચેક મેળવવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા તા. ૨૬ નવેમ્બરના રોજ કરવામાં આવેલી કામગીરી દરમિયાન ગુમાનસિંહ લખુભા જેઠવાની મિલકતને રૂ. ૨,૭૪,૧૫૧નો મિલકત વેરો બાકી હોવાના કારણે સીલ કરવામાં આવી હતી. બીજી તરફ, બાકી વેરાની વસૂલાત માટે હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન સુમિતાબેન રમેશભાઈ ભરાડિયા પાસેથી રૂ. ૧,૭૧,૯૧૫નો એડવાન્સ ચેક મેળવવામાં આવ્યો હતો. જ્યારે નવાઝ શિપિંગ ભાગીદારી પેઢી પાસેથી રૂ.૧,૪૧,૭૪૫નો એડવાન્સ ચેક મેળવવામાં આવ્યો હતો. આમ, બે આસામીઓ પાસેથી કુલ રૂ. ૩,૧૩,૬૬૦ની રકમના ચેક મેળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા સપ્ટેમ્બર માસથી બાકી મિલકત વેરા અને પાણી ચાર્જની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વારંવારની જાણ અને તક આપવા છતાં બાકી રકમ નહીં ભરનારા આસામીઓ સામે હવે મિલકત સીલ કરવા સહિતનાં કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
જામનગરના જીઆઈડીસી ફેઝ-૨ અને ફેઝ-૩ વિસ્તારમાં અંદાજે રૂ. ૧૭ કરોડનો મિલકત વેરો બાકી છે. જ્યારે શહેરમાં કોર્ટ કેસની રકમને બાદ કરતાં ૨.૩૫ લાખથી વધુ આસામીઓ પાસેથી અંદાજે રૂ. ૪૧૪ કરોડની વેરા વસૂલાત બાકી હોવાનું અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે.
બાકી વેરો નહીં ભરનારા આસામીઓની મિલકતો સામે સીલિંગ સહિતની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવનાર હોવાથી મિલકતધારકોમાં પણ દોડધામ મચી છે. મહાનગરપાલિકા દ્વારા સમયસર બાકી વેરો ભરપાઈ કરી કડક કાર્યવાહીથી બચવા મિલકતધારકોને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતારા સુતારિયા અને વીર પહાડિયા વચ્ચે ફરી રચાઈ પ્રેમની ગાંઠ
November 27, 2026 02:11 PMઅમદાવાદમાં ગુમ નિવૃત્ત જજને પોલીસ ત્રણ વર્ષે પણ શોધી ન શકી, હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો
November 27, 2026 02:08 PMઅક્ષય કુમારનો ખુલાસો, કહ્યું – કામની સાથે પરિવાર અને પોતાના માટે સમય આપવો પણ જરૂરી
November 27, 2026 02:05 PMજામનગરમાં બાકી વેરાની વસૂલાત વેગવંતી, વધુ એક મિલકતને તાળાં મરાયા
November 27, 2026 01:56 PMમોરબીમાં વગર જમીન સંપાદને ખાનગી જમીનમાં હાઈવે બનાવી દેવામાં આવ્યો, મુખ્યમંત્રી લાલઘૂમ
November 27, 2026 01:51 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
