માંગરોળ મરીન પોલીસે શાપુર ગામે મકાનમાં ચાલતી જુગારની ક્લબ પર દરોડો પાડી સગીર સહિત ત્રણ જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે ચાર જુગારીઓ નાસી ગયા હતા. સ્થળ પરથી રોકડ, મોબાઇલ સહિત ૧.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલા જુગારીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ મરીન પોલીસે શાપુર ગામે રહેતા વિજય કરસન પરમાર ના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડયો હતો. સ્થળ પરથી પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર, કિરણ અરશીભાઈ કામરીયા અને એક સગીર ઝડપાયો હતો. જ્યારે મયુર પરમાર, મનોજ ભરડા, તથા જુગાર સંચાલક વિજય પરમાર નાસી ગયો હતો. સ્થળ પરથી પોલીસે ૬૩ હજારની રોકડ ત્રણ મોબાઇલ સહિત ૧.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલા જુગારીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં નવરાત્રીમાં 'ગરબા પાર્ટનર ભાડે મળશે': પોલીસે વાયરલ પોસ્ટ અંગે તપાસ હાથ ધરી, આપી આવી ચેતવણી
September 22, 2026 11:48 AM'છોટી કાશી' જામનગરમાં ગણેશ વિસર્જનનો આઠમો દિવસ : વધુ ૮૨ મૂર્તિઓની વિદાય
September 22, 2026 11:38 AMએશિયન ગેમ્સમાં આજે ભારતને ક્રિકેટ, શૂટિંગમાં ગોલ્ડ મેડલની પૂરી આશા
September 22, 2026 11:33 AMજામનગર: ભૂગર્ભ ગટર / ખાળકૂવાની સફાઈ માટે સફાઈ કામદારોને ઊંડે સુધી ઉતારવા પર પ્રતિબંધ
September 22, 2026 11:25 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
