માર્ગ અને મકાન વિભાગ જામનગર દ્વારા જિલ્લાના નંદાણા-વેણુ ડેમ, અલિયાબાળા-વિજરખી રોડ તેમજ બાલાચડી એપ્રોચ રોડનું કામ પૂર્ણ કરાયું

  • November 12, 2025 06:24 PM 

જામનગર તા.12 નવેમ્બર, જામનગર જિલ્લાના નંદાણાથી વેણુ ડેમ, અલિયાબાળા-વિજરખી રોડ તેમજ બાલાચડી એપ્રોચ રોડનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.



 આ અંગે માહિતી આપતા માર્ગ અને મકાન વિભાગ, જામનગરના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું હતું કે નંદાણાથી વેણુ ડેમ સુધીનો માર્ગ તથા બાલાચડી એપ્રોચ રોડનું કામ ચોક્કસ સમયમર્યાદામાં અને ચોક્કસ ગુણવત્તાના માપદંડો જાળવીને પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.



આ માર્ગો હવે વાહનચાલકો માટે વધુ સલામત અને સરળ બનશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોનું નવીનીકરણ અને સમારકામ પૂર્ણ થવાથી આ વિસ્તારના ગ્રામજનો, વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો થશે.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application