મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા "પોષણ માસ ૨૦૨૫: સ્વસ્થ નારી સશક્ત ભારત અભિયાન" અંતર્ગત જામનગર ખાતે પોષણ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ICDS શાખા, જામનગરના સહયોગથી ટાઉન હોલ ખાતે આયોજિત પોષણ વાનગી સ્પર્ધામાં જિલ્લાની વિવિધ આંગણવાડી વર્કર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં મિલેટ્સમાંથી બનેલી વિવિધ અને પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર, ડૉ. હિરેન ઠક્કરના પ્રતિનિધિત્વમાં કામગીરી કરવામાં આવી હતી. આયુર્વેદના દ્રષ્ટિકોણથી પોષણનું મહત્વ સમજાવવા માટે સરકારી આયુર્વેદ દવાખાનું, વિભાપરના મેડિકલ ઓફિસર ડૉ. અંકિતા સોલંકી દ્વારા મિલેટ્સ અને પોષણ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.સાથે જ મેદસ્વિતા ઘટાડવામાં મિલેટ્સની ભૂમિકા વિશે વિસ્તૃત જાણકારી અપાઈ હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત જામનગરના પ્રમુખ મેયબેન ગરસર, ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ગોમતીબેન ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન, અને જામનગર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
