દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું

  • January 01, 2025 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તે માટે ઈ.ચા.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, દેવભૂમિ દ્વારકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ કોઇ પણ પ્રકારના શારીરિક ઈજા કરી શકાય તેવા શસ્ત્રો, ક્ષયકારી કે સ્ફોટક દારૂગોળો લઈ જવા પર, મનુષ્ય અથવા તેના શબ કે અન્ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા અને ટોળામાં ફરવા પર, પથ્થરો કે ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અને ફેકવા કે ધકેલવાના યંત્રોની હેરફેર પર પ્રતિબંધ લગાવાયો છે.

આ પ્રતિબંધો નિયમાનુસાર પરવાનગી ધરાવનારા વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામું દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારોમા તા.૩૦/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application