રાજકોટની સેશન્સ કોર્ટ સહિત ગુજરાતના અનેક મહત્વપૂર્ણ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ગંભીર ધમકીભર્યા ઈ-મેઈલના કારણે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વિવિધ સ્થળોને નિશાન બનાવવાની ચેતવણી
ખાલિસ્તાની ગ્રુપના નામે મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈ-મેઈલમાં માત્ર રાજકોટ કોર્ટ જ નહીં, પરંતુ અન્ય સંવેદનશીલ સ્થળોને પણ નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે. આમાં વાડીનાર પોર્ટથી નયારા રિફાઈનરી, સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલો કરવાની અને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આઈફોન બેટરીથી બોમ્બ બ્લાસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
બાર એસોસિયેશનના ઓફિશિયલ આઈડી પર આવ્યો મેઈલ
રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ સુમિત વોરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ ધમકીભર્યો ઈ-મેઈલ કોર્ટ અને બાર એસોસિયેશનના અધિકૃત (ઓફિશિયલ) આઈડી પર પ્રાપ્ત થયો હતો. આ ચોંકાવનારા મેઈલમાં કેનેડાના ખાલિસ્તાની નેતાઓ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બી.કે.આઈ.) સંગઠનના નેતાઓના નામ પણ લખેલા છે.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ
કોર્ટના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓએ ત્વરિત કાર્યવાહી કરીને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. સાયબર ક્રાઈમની મદદથી ઈ-મેઈલ મોકલનાર શખ્સો અને તેના IP એડ્રેસને ટ્રેસ કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી આ ધમકી પાછળ કોનો હાથ છે તે જાણી શકાય.
આજે સંવત્સરીની જાહેર રજાના દિવસે ખાલીસ્તાનવાદી સૂત્રોના નામે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને રાજકોટ બાર એસોસિએશનના સત્તાવાર મેઇલ આઈડી ઉપર કોર્ટ બિલ્ડિંગ ઉપરાંત ઓઇલ રિફાઇનરીઓ ઉપર ડ્રોન હુમલાની ધમકીભર્યા ઇ-મેઇલ મળતા પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
જાણવા મળ્યા મુજબ, ગુજરાત સરકારના વિવિધ વિભાગો, રાજકોટ ડિસ્ટ્રિકટ કોર્ટ અને રાજકોટ બાર એસોસિએશનના સત્તાવાર ઇ-મેઇલ સરનામા પર મળેલા ધમકીભર્યા ઇ-મેઇલમાં અસ્પષ્ટ અંગ્રેજી લખાણ દર્શાવાયેલું જણાય છે, તેમાં બોમ્બબ્લાસ્ટ @ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ 3:11 PMનો ઉલ્લેખ જણાય છે. ખાલિસ્તાની સંગઠનના નામ હેઠળ બંદરો, રિફાઇનરીઓ અને અન્ય જાહેર સ્થળો જેવા માળખાગત સુવિધાઓને ડ્રોન હુમલામાં લક્ષ્ય બનાવવાની ધમકીઓ હોવાનું જાણવા મળે છે.
આ પ્રકારની સુરક્ષાને સીધી રીતે અસર કરતી આ ધમકીઓ સંદર્ભે ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાળાઓએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો, સાયબર ક્રાઇમ સેલ અને બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) એજન્સીએ નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે ધસી જઇ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: ભૂગર્ભ ગટર / ખાળકૂવાની સફાઈ માટે સફાઈ કામદારોને ઊંડે સુધી ઉતારવા પર પ્રતિબંધ
September 22, 2026 11:25 AMટીવી ચેનલો કોર્ટ સુધી પહોંચી, તો વ્હાઇટ હાઉસે પોતાની ચેનલ શરૂ કરી દીધી, નામ ટ્રમ્પ ટીવી
September 22, 2026 11:11 AMહડતાળની જાહેરાતથી સરકાર ચિંતિત, બેંક કર્મીઓને પૂછ્યું 5 દિવસનું શું પ્લાનિંગ?
September 22, 2026 11:04 AMઅમેરિકામાં આગ બુઝાવવા ગયેલું હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઇલટના મોત
September 22, 2026 10:53 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
