અડધી સદી પૂર્વે લદાયેલી કટોકટી સંદર્ભે કાર્યક્રમ યોજાયો
ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય "શ્રી દ્વારકેશ કમલમ" ખાતે 1975 ની કટોકટીને યાદ કરી અને આ દિવસનો વિરોધ કરી, મંગળવારે સાંજે બ્લેક ડે સંદર્ભેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઈ ઠકરારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જિલ્લા ભાજપ મહામંત્રી અને વિવિધ મંડળોના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી ઠકરારે 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા લાગુ કરાયેલા કટોકટી (ઇમરજન્સી) દરમિયાન થયેલા અત્યાચાર અને લોકશાહી પર કરવામાં આવેલા હુમલાઓની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે કોંગ્રેસના આ પગલાએ નાગરિકોના મૂળભૂત હકોનું ઉલ્લંઘન કર્યું અને લોકશાહી માટે ખતરો ઉભો કર્યો.
ઝવેરભાઈ ઠકરારે વધુમાં સમજાવ્યું હતું કે કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા દબાવી દેવામાં આવી, વિરોધ પક્ષના નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા અને નાગરિકોના મૂળભૂત હકોને સ્થગિત કરવામાં આવ્યા. કોંગ્રેસ સરકારે મનમાની રીતે હજારો લોકોની ધરપકડ કરી હતી અને તેમના પર અત્યાચાર કર્યા. મીડિયા પર સેન્સરશિપ લાગુ કરવામાં આવી, સત્યને દબાવી દેવામાં આવ્યું અને માત્ર સરકારના પક્ષને જ પ્રસ્તુત કરવાની મંજૂરી આપવામાં આવી.
ન્યાયપાલિકાની સ્વતંત્રતાને પણ બાધિત કરવામાં આવી અને તેને સરકારના નિયંત્રણમાં લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આવા પગલાઓના કારણે લાખો લોકોના જીવન પર નકારાત્મક અસર પડી હતી.
શ્રી ઠકરારે આ વાત પર ભાર મૂક્યો કે આજે ભારતીય જનતા પાર્ટી બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે સતત કામ કરી રહી છે. તેમણે પાર્ટીની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા જણાવ્યું કે બીજેપી દેશવાસીઓના મૂળભૂત હકોના રક્ષણ અને લોકશાહી મૂલ્યોની જાળવણી માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે બીજેપી એ હંમેશા બંધારણની મર્યાદાનું પાલન કર્યું છે અને ન્યાયપાલિકા, મીડિયા અને અન્ય લોકશાહી સંસ્થાઓની સ્વતંત્રતા જાળવવા માટે સંકલ્પબદ્ધ છે.
ભાજપે સત્તા પર આવીને દરેક નાગરિકને તેમના હકો અને સુવિધાઓનો લાભ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ઉપરાંત, સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવી પહેલો દેશને પ્રગતિના માર્ગ પર લઈ જઈ રહી છે. બીજેપી એ વિકાસ અને સુશાસનનો એક નવો ધોરણ સ્થાપિત કર્યો છે, જેનાથી દેશના દરેક વર્ગને લાભ થયો છે.
આ સુંદર આયોજન બદલ તેમણે જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવાના માટે ભાજપની ટીમ દ્વારા નોંધપાત્ર જાહેરમાં ઉઠાવવામાં આવી હતી.
આ આયોજનમાં ખંભાળિયા શહેર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા મંત્રી રાજુભાઈ સરસિયાએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech