જામનગર : મતદારોને એસઆઇઆર સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ચુનાવ સેતુ વેબસાઇટ

  • November 13, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના ૧૨ રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઇઆર) જાહેર કરાયો છે. ત્યારે મતદારો એસઆઇઆર સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી  ચુનાવ સેતુ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે.


જે અંતર્ગત, https://chunavsetu-search.gujarat.gov.in/ ​​​​​​​   ​લિંક પર જઈને મતદારો વર્ષ-૨૦૦૨ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-એસઆઇઆરની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે.


ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) હાથ ધરવામાં આવે છે. જે મુજબ, વર્ષ-૧૯૫૧ પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી ૭મી ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે.


હાલ તા. ૪થી ડિસેમ્બર સુધીના તબક્કામાં બીએલઓ દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. એસઆઇઆરની આ કામગીરીમાં નાગરિકો પણ ઉત્સાહભેર સહયોગ આપીને મતદાર તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે આ વેબસાઇટના માધ્યમથી મતદારોની કામગીરી વધુ સરળ બની રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application