પોરબંદરમાં શ્રી તિ‚પતિ વેંકટેશ ભગવાનના બ્રહ્મઉત્સવની ઉજવણીનો થયો શુભારંભ

  • May 23, 2025 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં  શ્રી તિ‚પતિ વેંકટેશ ભગવાનના બ્રહ્મઉત્સવની ઉજવણીનો શુભારંભ થયો છે અને તે અંતર્ગત પાંચ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોાજઇ રહ્યા  હોવાથી ધાર્મિકજનોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયુ છે.
શ્રીમદ્ ભગવદ્ ભગવતા આચાર્ય જ.ગુ. રા. સ્વામિશ્રી બદ્રીનાથજી વનમાળીજી પરાયણ શ્રી વૈષ્ણવ  સહકુટુંબ સમસ્ત પરિવાર મંગલાશાસનપૂર્વક શ્રી વેકંટેશ ભગવાનનો બ્રહ્મઉત્સવ પ્રતિવર્ષની પરંપરા મુજબ  તા. ૨૧-૫-૨૦૨૫ તા. ૨૫-૫-૨૦૨૫ રવિવાર સુધી શ્રી તિ‚પતિ બાલાજી મંદિર સામે જ્યુબેલી પાણી ટાંકાવાળા ચોકમાં, જ્યુબેલી-બોખીરા ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. 
બુધવારે ધ્વજારોહણ તેમજ કળશ સ્થાપના,  ગુરુવારે ભજનકીર્તન સવારે ૯ કલાકે, જ્યુબેલી નગરયાત્રા  યોજાઇ હતી. આજે શુક્રવારે ધુનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.  અભિષેક અને વિશેષ ભોગ યોજાયા હતા. જ્યુબેલીની નગરયાત્રામાં પોરબંદર નગરપાલિકાના પૂર્વપ્રમુખ અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ પણ ખાસ હાજરી આપી હતી.
આગામી દ્વિ દિવસીય આયોજન
તા. ૨૪-૫ ને શનિવારે યજ્ઞ તથા ઝુલાના દર્શન સવારે ૧૦ વાગ્યે યોજાશે અને તા. ૨૫-૫ રવિવારે સવારે ૧૦ વાગ્યે શાંતિ ઉત્સવ  તથા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન બપોરે ૪:૩૦ કલાકે કરવામાં આવ્યુ છે. 
 તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આયોજક શ્રી તિ‚પતિ બાલાજી મંદિર મહિલા સત્સંગ મંડળ, શિવકૃપા મિત્રમંડળ, શ્રી રામદેવપીર દુવારા મિત્રમંડળ તથા જ્યુબેલી બોખીરાના સમસ્ત ભકતગણે નિમંત્રણ પાઠવ્યુ છે.
વધુ માહિતી માટે જ.ગુ.રા. સ્વામિશ્રી બદ્રિનાથજી વનમાળીજીના મો. ૭૦૦૪૯ ૬૪૩, જેઠાભાઇ ઓડેદરાના મો. ૮૧૪૧૭ ૨૫૦૫૦, વજશીભાઇ ઓેદરાના મો. ૯૯૭૪૪ ૪૪૪૦૨, મયુરભાઇ જોગીયાના મો. ૯૭૩૭૭ ૯૪૧૦૮, રમાબેન કિરીટભાઇ નિમાવતના મો. ૮૮૪૯૪ ૪૨૫૨૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application