ગોંડલ ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

  • September 21, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા ગ્રામ પંચાયત બિલ્ડિંગનું અંદાજે **25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ** થનાર છે, જેનું ખાતમુહૂર્ત ગણેશભાઈ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ઉપાધ્યક્ષ સામંતભાઈ બાંભવા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, અનીડા સરપંચ હિતેશભાઈ ભાલોડી, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુમ્મર સહિતના આગેવાનો, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન ગામની બાળાઓ દ્વારા ગણેશભાઈ જાડેજાનું **ફૂલવર્ષા કરી ઉષ્માભેર સ્વાગત** કરવામાં આવ્યું હતું.
નવા ગ્રામ પંચાયત બિલ્ડિંગના નિર્માણથી ગ્રામજનોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application