વૃક્ષોના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરાશે
જામનગર મહાનગરપાલિકા ધ્વારા અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ અંતર્ગત-એક પેડ માં કે નામ ૨.૦ એ સુત્ર સાર્થક કરતાં વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી નિમિતે તા.૦૫/૦૬/૨૦૨૫ ના રોજ જામનગર મહાનગરપાલિકા તથા ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફીસર (વિસ્તરણ) ની કચેરીના સંયુકત ઉપક્રમે સીવીલ ઈસ્ટ ઝોન, ટી.પી. સ્કીમ નં. ૩/એ, જાડા, ફાઈનલ પ્લોટ નં. ૬૬, હાપા વિસ્તાર આવાસ યોજના પાસે તથા જી.આઈ.ડી.સી. વિસ્તાર પોલીસ ચોકી પાસેના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ તથા સીવીલ ઈસ્ટ ઝોન, ટી.પી. સ્કીમ નં. ૩/એ, જાડા, ફાઈનલ પ્લોટ નં. ૬૬, હાપા વિસ્તાર આવાસ યોજના પાસે વિતરણનો કાર્યક્રમ તથા પર્યાવરણ પ્રેમીઓને પતિ વ્યકિત એક વૃક્ષોના રોપાનું "નિઃશુલ્ક" વિતરણ કરવામાં આવનાર છે તેમજ જુદી-જુદી ટી.પી. સ્કીમના પ્લોટ, કન્ટ્રીબ્યુશન લેન્ડમાં તથા રોડ સાઈડ, નવા / જુના ડીવાઈડરમાં વાવેતર તેમજ જી.આઈ.ડી.સી.ના કોમન પ્લોટમાં સમયાંતરે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે.
વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણીના ભાગરૂપે શહેરના વોર્ડ નં. ૧ થી ૧૬ વિસ્તારો જેમાં વોર્ડ નં. ૧, બેડેશ્વર મંદિર, વોર્ડ નં. ૨, ગુર્જર સુથારની વાડી, વોર્ડ નં. ૩, વિકાસ ગૃહ રોડ, વોર્ડ નં.૪ અંબર ચોકડી બ્રીજ, ભીમવાસના ઢાળીયા પાસે, વોર્ડ નં.૫ ડી.કે.વી. સર્કલ, વોર્ડ નં. ૬, દિગ્મામ સર્કલ, વોર્ડ નં. ૭, એમ્યુઝમેન્ટ પાર્ક, વોર્ડ નં. ૮, પટેલ સમાજ રણજીતનગર, વોર્ડ નં. ૯ પંચેશ્વર ટાવર, વોર્ડ નં. ૧૦, રાજપાર્ક સેવા સદન, વોર્ડ નં. ૧૨, અન્નપુર્ણા ચોકડી લાલવાડી, વોર્ડ નં. ૧૩, માધવરાય મંદિર ખંભાળીયા નાકા પાસે, વોર્ડ નં. ૧૪, જે. કે. ટાવર હીરજી મીસ્ત્રી રોડ, વોર્ડ નં. ૧૫, ગોકુલનગર સર્કલ, વોર્ડ નં. ૧૬, સંગમ બાગ પાસે સવારે ૧૦ કલાકથી બપોરે ૧ કલાક સુધી તથા બપોરે ૪ કલાકથી સાંજના ૬ કલાક સુધી વૃક્ષોના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે. (નોંધ: વૃક્ષ / રોપા જયાં સુધી ઉપલબ્ધ હશે ત્યાં સુધી)
જામનગર શહેરની વૃક્ષ પ્રેમી જનતા બહોળા પ્રમાણમાં લાભ લે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નાયબ કમિશ્નર જામનગર મહાનગરપાલિકા ધ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબે તબક્કામાં થશે વસ્તી ગણતરી, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
June 16, 2025 03:08 PMભક્તિનગર સર્કલ પાસે ગીતાંજલી હોલમાં જુગાર રમતા બે મહિલા સહિત ૯ ઝડપાયા
June 16, 2025 03:07 PMરેલવેમાં ઓનલાઇન તત્કાલ ટિકિટ માટે 'આધાર' સહિતના નવા નિયમો
June 16, 2025 03:05 PMબનારસ, ગૌહાટી, કામખ્યા એક્સપ્રેસ ટ્રેન આગ્રાફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશને ઉભી રહેશે
June 16, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech