બૌદ્ધિકો ડોકટર, વકીલ, શિક્ષક સહિત પ્રબુદ્ધ નાગરિકો રહ્યા ઉપસ્થિત
તા.૨૦ એપ્રીલના રોજ જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે જામનગર જિલ્લા ભાજપના અઘ્યક્ષ ડો. વિનોદભાઇ ભંડેરીના અઘ્યક્ષસ્થાને બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સંગઠન પ્રભારી ભાનુભાઇ મહેતા, ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લાના પૂર્વ પ્રમુખ ડો. પી.બી. વસોયા, ચંદ્રેશભાઇ પટેલ, રમેશભાઇ મુંગરા, ચુંટાયેલા પ્રતિનિધિઓ સહિત દરેક મંડળના હોદેદારો, કાર્યકરો, પ્રબુદ્ધ નાગરિકો, ડોકટરો, વકીલો, શિક્ષકો સહિત જાડાના પૂર્વ ચેરમેન દીલીપસિંહ ચુડાસમા, અગ્રણી દીલીપભાઇ ભોજાણી, જિલ્લાના હોદેદારો, સેલનાં પદાધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ગોવા શીપીંગ યાર્ડના ડાયરેકટર હસમુખભાઇ હિંડોચા, રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બાળીયાએ ડો. બાબાસાહેબ આંબેડકરજીના જીવન અને કાર્ય વિશે ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિક સાથે વિસર્ગ ચર્ચા કરી હતી. જિલ્લા પ્રભારી ભાનુભાઇ મહેતા અને અઘ્યક્ષ વિનુભાઇ ભંડેરીએ ડો. બાબાસાહેબે આપેલ સુત્ર શિક્ષિત બનો, સંગઠીત બનો, આજે પણ ઉપકૃત હોવાનું પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતું તેમજ સન્માન સભાના ઇન્ચાર્જ નાથાભાઇ વારસાખીયા, હીરજીભાઇ ચાવડા, અને ભુમીતભાઇ ડોબરીયાએ સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ અભીષેકભાઇ પટવા, કુમારપાલસિંહ રાણા તથા ભવાનભાઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમ જિલ્લા મીડીયા સેલ ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવ્યું છે.