આ અંતર્ગત તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રિજિયોનલ કોન્ફરન્સ યોજાનાર છે. તે પહેલાં યોજાયેલા જિલ્લા સ્તરીય કાર્યક્રમોના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન રૂ.૭,૧૪૬ કરોડથી વધુના પ્રસ્તાવિત રોકાણ માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા, જે જિલ્લાની ઔદ્યોગિક વિકાસ ક્ષમતાને પથદર્શિત કરે છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલા જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં માત્ર રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે જ ₹૭ હજાર કરોડથી વધુના એમ.ઓ.યુ. થયા, જે પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસ માટે સીમાચિન્હ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો તથા નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો પ્રોત્સાહક એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. જેમાં જુનિપર ગ્રીન એનર્જી લી. દ્વારા રૂ.૪૫૦૦ કરોડ, શિવમન વિંડ એનર્જી પ્રાઈવેટ લી. દ્વારા રૂ.૯૧૦ કરોડ, સુઝલોન વેસ્ટર્ન ઈન્ડિયા પ્રોજેક્ટ્સ લી. દ્વારા રૂ.૯૦૦ કરોડ, પાવરિકા લી. દ્વારા રૂ.૮૦૦ કરોડ, હાઈલાઇન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૭.૮૧ કરોડ, ગ્લોબલ માઇન્સ એન્ડ મિનિરલ દ્વારા રૂ.૭ કરોડ, સ્ટાર મિનિરલ દ્વારા રૂ.૩.૯૮ કરોડ, કૃષ્ણ કૃપા સ્ટોન ક્રશર દ્વારા રૂ.૩.૭૦ કરોડ, રામ સ્ટોન ક્રશર દ્વારા રૂ.૩.૪૪ કરોડ, શુભમન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૧.૭૭ કરોડ, વિનાયક એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ.૧.૧૭ કરોડ, સગુણા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૧.૨૦ કરોડ, કનૈયા ટ્રેડર્સ દ્વારા રૂ.૧.૦૯ કરોડ, રાધેશ્યામ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૦.૮૨ કરોડ, ચંદ્રભાગા એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ.૦.૭૫ કરોડ, ગણેશ ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૭૫ કરોડ, ગોકુલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૦.૬૫ કરોડ, આવળ કૃપા ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૫૮ કરોડ, આલાબાપુ ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૪૯ કરોડ, ક્રિષ્ના મિલ દ્વારા રૂ.૦.૪૬ કરોડ, નાગેશ્વર ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૪૬ કરોડ, નાથજી મીની ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૩૦ કરોડ તેમજ જયકિશન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૦.૩૦ કરોડના સૂચિત રોકાણ એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.
હરિત ઊર્જા, ઉદ્યોગ અને રોકાણના સમન્વયથી ગુજરાત આજે વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. પર્યાવરણની જાળવણી સાથે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતી આ પહેલો પરિણામે “વિકસિત ભારત–૨૦૪૭”ના લક્ષ્યાંકને સાકાર કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ પોતાનું યોગદાન આપી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'પનોતી'ની અફવાઓ સામે ફેન્સના ટોટકા, લીંબુ-મરચાં અને આરતીથી અમદાવાદના સ્ટેડિયમની ઉતારી નજર!
March 08, 2026 12:29 PMઈરાનના 30 ટેન્ક અને ઓઇલ ડેપો પર હુમલો, ઇઝરાયેલ-યુએસના એટેકથી 20 ઈરાની નાગરિકોના મોત
March 08, 2026 11:54 AMઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બોટાદ જિલ્લાની અનોખી પહેલ, આજે જન્મ લેનારી દીકરીઓના વધામણા કરાશે
March 08, 2026 11:44 AMમેદાનમાં ઉતરતા પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ હનુમાનજીના શરણે, જીત માટે કરી પ્રાર્થના
March 08, 2026 11:34 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
