ગુજરાતમાં વ્યાપક વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે પહોંચીને તાકીદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે રાજ્યભરના સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ સાધીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ, પાણી ભરાવાની સમસ્યા, અને નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે તેમણે કલેક્ટરો પાસેથી સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો હતો.
આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક મુખ્ય સચિવ જંયતિ રવિ, રાહત કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ અધિકારીઓને વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ રહેવા અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવા માટે સૂચનાઓ આપી હતી. આ બેઠક રાજ્ય સરકારની વરસાદી પરિસ્થિતિ પ્રત્યેની ગંભીરતા અને નાગરિકોની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech