દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટ સંદર્ભે આપનો અનોખો વિરોધ

  • January 08, 2025 10:32 AM 

"આપ" ના કાર્યકર્તા દ્વારા ફંડ માટે લોકો પાસેથી નાણા એકત્ર કર્યા, રામધૂન બોલાવી


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકોની ઘટ બાબતે "આપ" દ્વારા ફંડ ઉઘરાવીને, શિક્ષાબેનની શોકસભા અને રામધૂન બોલીને તંત્રને આવેદનપત્ર પાઠવીને નવતર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી સરકારી શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની નોંધપાત્ર ઘટ હોવાના કારણે પ્રાથમિક શિક્ષણ જાણે ખાડે ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે મુખ્ય કારણ શિક્ષકોની ઘટ હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 1થી 5માં 896 શિક્ષકો અને ધોરણ 6થી 8માં 313 શિક્ષકોની ઘટ હોવાનું ધ્યાન આવ્યું છે. આ શિક્ષકોની ઓછી સંખ્યાના કારણે બાળકોના ભવિષ્ય અમે સવાલો ખડા થયા છે. આગળ જતા આ બાળકોને ગણિત, વિજ્ઞાન, અને અંગ્રેજી જેવા વિષયોમાં કઈ રીતે આગળ વધશે એવા સવાલો વચ્ચે જિલ્લામાં શિક્ષકોની ઘટનો મુદ્દો ગંભીર અને ઘણા સમયથી છે.


આથી આગામી સમયમાં શિક્ષકોની નિયત કરતા ખૂબ ઓછી સંખ્યાની પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા અહીંના જિલ્લા શિક્ષણ અધિકારીને એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં યોગ્ય શિક્ષકોની તાકીદે નિમણુંક કરવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી તેવી ચીમકી આપવામાં આવી હતી.


આ અંગે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા નગર ગેઈટની આજુબાજુ વિસ્તારમાં શિક્ષણ ફંડ ઉઘરાવવામાં આવ્યું અને પ્રતિકાત્મક રીતે શિક્ષાબહેનનું ઉઠમણું રાખવામાં આવ્યું હતું અને રામધૂન પણ બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ મહત્વના મુદ્દે તાકીદે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application