પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લા પંચાયતનું વર્તમાન બાંધકામ 70 ટકા જેવું પૂર્ણ થયું છે તે પણ નક્કી કરેલી સમયમયર્દિા વટાવી ચૂક્યું છે. તેમજ હજુ 30 ટકા બાંધકામમાં વધુ સમય પસાર થઈ જશે તેવી આશંકા સેવાઈ રહી છે. તેમજ બાંધકામ કંપ્નીને અત્યાર સુધીમાં વિલંબ મુદ્દે રૂપિયા 15 લાખ જેવો દંડ પણ કરવામાં આવ્યો છે. જૂના સળિયા, ઈંટોના ટુકડા, પ્રતિબંધિત રેતીનો ઉપયોગપદાધિકારીઓનો સીધો આક્ષેપ છે કે, બિલ્ડીંગના બાંધકામમાં બદલે જૂના, કાટ લાગેલા સળિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
એટલું જ નહીં આખી ઈંટોને બદલે ઈંટોના ટુકડા અને ભંગારનો ઉપયોગ દીવાલો અને અન્ય બાંધકામમાં કરવામાં આવી રહ્યો છે. આ કૌભાંડમાં સૌથી ગંભીર આક્ષેપ પ્રતિબંધિત સિલિકા રેતીના ઉપયોગને લઈને છે. નિયમ અનુસાર બાંધકામમાં સિલિકા રેતીનો ઉપયોગ પ્રતિબંધિત છે, કારણ કે તેનાથી બાંધકામની મજબૂતાઈ પર સીધી અસર પડે છે. સુરતની કંપ્નીને કોન્ટ્રાક્ટ, કામ રાજકોટના કોન્ટ્રાક્ટરનું!રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયાના જણાવ્યા મુજબ, એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, સુરતની જે કંપ્નીને કામ આપવામાં આવ્યું છે તે કંપ્નીએ પેટા કોન્ટ્રાક્ટ કરીને રાજકોટના કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવ્યું છે.
જો કે આ મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયાનું કહેવું છે કે, આ મામલે અમે તપાસ કરીને જ્યારે કંપ્નીને પૂછ્યું, ત્યારે કંપ્ની તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે ભાજપ આગેવાન મુકેશ તોગડિયાના ભાઈ પ્રકાશ તોગડિયા સુરતની એવરેસ્ટ બિલ્ડકોનમાં પાર્ટનર છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હાલ આ મામલે તપાસ કરવાનું કહ્યું છે, છતાં પેટા કોન્ટ્રાક્ટ અપાયો છે કે કેમ તથા તેના પેટામાં પણ અથવા તો ભાજપ્ના અગ્રણીને કામ આપવામાં આવ્યું છે અને તેના પણ પેટામાં કોન્ટ્રાક્ટર ડેનિશ સોરઠીયાને કામ અપાયું છે કે કેમ તેવી કોઈ વાત હશે તો પ્રદેશ લેવલે ધ્યાન દોરવામાં આવશે અને તેની પણ તપાસ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા પંચાયતના રૂ.36 કરોડના ખર્ચે નવનિમર્ણિ પામી રહેલા બિલ્ડિંગના બાંધકામને લઈને ઊભા થયેલા સવાલો વચ્ચે હવે વહીવટી તંત્રની તપાસ સામે સૌની નજર મંડાઈ છે. બાંધકામની ગુણવત્તા, કામગીરીમાં થયેલી ક્ષતિઓ અને અન્ય ટેકનિકલ બાબતો અંગે ઊઠેલી શંકાઓનો સંતોષકારક જવાબ મળશે કે પછી સમગ્ર મામલે તપાસનું ફીંડલું વળી જશે તેવા સવાલો ચચર્ઈિ રહ્યા છે. તેમજ બાંધકામ મટીરિયલ્સની નબળી ગુણવત્તા રાજકોટ જિ.પ.ના સહિતના મામલે ઉઠેલા સવાલ હજુ સુધી અનુત્તર રહ્યા છે. પ્રશ્ન એ છે કે, શું કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાથી કે દંડ ફટકારવાથી નબળું બાંધકામ મજબૂત બની જાય ? જો બાંધકામ નબળું સાબિત થાય તો તેને તાત્કાલિક દૂર કરી નવું બાંધકામ બનાવવું જરૂરી છે.
આ સમગ્ર મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયા ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)ને મળ્યા હતા. પ્રમુખ દ્વારા બાંધકામ અંગે રજૂઆત કરવામાં આવ્યા બાદ ડીડીઓએ સમગ્ર મામલે કાર્યપાલક ઇજનેર પાસે ખરાઈ કરાવવાની ખાતરી આપી છે. આ ઉપરાંત એકાદ દિવસમાં નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા કાર્યપાલક ઇજનેરને અહેવાલ સુપરત કરવામાં આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેન સહિત આશરે 15 જેટલા સભ્યોએ બાંધકામ સ્થળની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.
આ મુલાકાત દરમિયાન બાંધકામની કામગીરીમાં કેટલીક બાબતો સામે આવી હતી, જેના પગલે સમગ્ર મામલે તપાસની માંગ ઊઠી હતી. હવે સવાલ એ છે કે, તપાસ માત્ર કાગળ પરની પ્રક્રિયા બનીને રહી જશે કે પછી ટેકનિકલ પાસાંની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થશે? જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને ડીડીઓ સામાન્ય જનતાના હિતમાં સાચી હકીકત બહાર લાવી શકશે કે કેમ તે જોવું રહ્યું. કારણ કે આ બાંધકામ પાછળ વપરાતું નાણું આખરે જનતાની તિજોરીનું છે અને તેની ગુણવત્તા તથા પારદર્શિતા જળવાય તે જવાબદારી તંત્રની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતારા સુતારિયા અને વીર પહાડિયા વચ્ચે ફરી રચાઈ પ્રેમની ગાંઠ
November 27, 2026 02:11 PMઅમદાવાદમાં ગુમ નિવૃત્ત જજને પોલીસ ત્રણ વર્ષે પણ શોધી ન શકી, હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો
November 27, 2026 02:08 PMઅક્ષય કુમારનો ખુલાસો, કહ્યું – કામની સાથે પરિવાર અને પોતાના માટે સમય આપવો પણ જરૂરી
November 27, 2026 02:05 PMજામનગરમાં બાકી વેરાની વસૂલાત વેગવંતી, વધુ એક મિલકતને તાળાં મરાયા
November 27, 2026 01:56 PMમોરબીમાં વગર જમીન સંપાદને ખાનગી જમીનમાં હાઈવે બનાવી દેવામાં આવ્યો, મુખ્યમંત્રી લાલઘૂમ
November 27, 2026 01:51 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
