ખંભાળિયાથી આશરે 12 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે માર્ગ પર વિંજલપર ગામ નજીકથી પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એ.બી. 9934 નંબરની ટોયોટા ગ્લેન્ઝા કારના ચાલકે ગઈકાલે બુધવારે બપોરના સમયે આ માર્ગ પર જી.જે. 11 બી.ડી. 9490 નંબરના પેશન મોટરસાયકલ પર બેસીને આવી રહેલા ભાવેશભાઈ ગાંગાભાઈ મોકરીયા નામના યુવાન સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ મોટરસાયકલ પર ભાવેશભાઈની સાથે જઈ રહેલા તેમના ફોઈના દીકરા રમેશભાઈને પણ ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ રમેશભાઈ ગાંગાભાઈ મોકરીયા (ઉ.વ. 48, રહે. યોગેશ્વર નગર - ધરમપુર, ખંભાળિયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટોયોટા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એ. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયાની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
ખંભાળિયામાં બંગલાવાડી શેરી નં. 7 ખાતે રહેતી અને ધનજીભાઈ ગોહેલની પરિણીત પુત્રી મનિષાબેન ઉર્ફે મીતાબેન પંકજકુમાર પાણખાણીયાને તેણીના લગ્નજીવનના બે વર્ષ બાદથી તેણીના રાજકોટ ખાતે રહેતા પતિ પંકજકુમાર ધરમશીભાઈ પાણખાણીયા, સાસુ જસુમતીબેન, સસરા ધરમશીભાઈ વીરજીભાઈ, દેર પિયુષભાઈ અને દેરાણી કિરણબેન પિયુષભાઈ પાણખાણીયા દ્વારા ઘરકામ બાબતે મેણા-ટોણા મારી, બીભત્સ ગાળો કાઢી, ઘરમાંથી કાઢી મુક્યાની તેમજ મારી નાખવા અંગેની ગર્ભિત ધમકી આપવા સબબ અહીંના મહિલા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસે પરિણીતાના પતિ સહિત પાંચેય સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એસ.કે બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
દ્વારકાના આવળપરા વિસ્તારમાં રહેતા મુકેશ પાલાભાઈ માડમ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 6,875 ની કિંમતની બિયરના 55 ટીન તેમજ રૂપિયા 4,792 ની કિંમતની વિદેશી દારૂની 30 બોટલ સહિત કુલ રૂપિયા 11,667 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન આરોપી મુકેશ પોલીસને હાથ ન લાગતાં આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech