હદ થઈ ગઈ...19 વર્ષની યુવતીએ 17 વર્ષના સગીરને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો, હું કંઈક કરી લઈશ કહી ભગાડી ગઈ, પછી થયું આવું

  • May 23, 2025 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના સગીરને ભગાડી ગયાનો કિસ્સો હજુ ભૂલાયો નથી ત્યાં ફરી એક આવો જ કિસ્સો ફરી સુરતમાં જ સામે આવ્યો છે. જેમાં સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતીએ 17 વર્ષના સગીરને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં લગ્નની લાલચ આપી હું કંઈક કરી લઈશ તેવી ધમકી આપી સગીરને ભગાડી ગઈ હતી. આ ઘટનાને લઈ સગીરના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે બન્નેને મહારાષ્ટ્રના જલગાંવમાંથી ઝડપી લીધા છે. 


યુવતી સગીરને ભગાડી ઉજ્જેન લઇ ગઈ

મળતી માહિતી મુજબ, સુરતના લીંબાયત વિસ્તારમાં એક 19 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને ભગાડી ગયાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને લઈ સગીરના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિગતો મુજબ યુવતી સગીરને ભગાડી ઉજ્જેન લઇ ગઈ અને સગીર તેના ઘરેથી રૂ. 25 હજાર લઇ ભાગ્યો હોવાનું પણ ખૂલ્યું છે. આ સાથે બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે. અને ઘરેથી ભાગી બંને 50 દિવસ સુધી બહાર રહ્યા હતા. આ તરફ હવે સગીરના માતા-પિતાની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં આ 19 વર્ષીય યુવતી અને 17 વર્ષના સગીરને મહરાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યા છે.


પોલીસે મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી

સગીરના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 27 માર્ચ 2025ના રોજ જ્યારે મારા કામ પર માતાવાડી ખાતે હાજર હતો. તે વખતે મારી પત્નીનો મને ફોન આવ્યો હતો કે,આપણો છોકરો બપોરના આશરે બારેક વાગ્યાથી ઘરેથી કોઇને કંઇ પણ જાણ કર્યા વગર તેનો મોબાઇલ ફોન ઘરે જ મુકીને ક્યાંક ચાલ્યો ગયો છે અને હજુ સુધી ઘરે પરત આવ્યો નથી. ત્યારબાદ ઘરે આવીને આસપાસ તથા સગા સંબંધી ત્યાં પૂછપરછ અને શોધખોળ કરી હતી પરંતુ મળી ન આવતાં પોલીસે મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.


ઘરેથી ભાગી બંને 50 દિવસ સુધી બહાર રહ્યા હતા

વિગતો મુજબ યુવતી સગીરને ભગાડી ઉજ્જેન લઈ ગઈ અને સગીર તેના ઘરેથી રૂ. 25 હજાર લઈ ભાગ્યો હોવાનું પણ ખૂલ્યું છે. આ સાથે બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે. અને ઘરેથી ભાગી બંને 50 દિવસ સુધી બહાર રહ્યા હતા. આ તરફ હવે સગીરના માતા-પિતાની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં આ 19 વર્ષીય યુવતી અને 17 વર્ષના સગીરને મહરાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application