જામનગર: સાધના કોલોની રોડ પર શરાબના ૫૨૮ ચપલા સાથે એક ઝડપાયો
એલસીબીના દરોડામાં દારૂ, રીક્ષા મળી ૧.૩૭ લાખનો મુદામાલ કબ્જે : સપ્લાયરનું નામ ખુલ્યુ
જામનગર શહેરના સાધના કોલોની રોડ પર એલસીબીની ટુકડીએ રીક્ષાને આંતરીને તલાશી લેતા તેમાથી શરાબના ૫૨૮ ચપલા મળી આવ્યા હતા, આથી એક શખ્સની ધરપકડ કરી કુલ ૧.૩૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો તપાસ દરમ્યાન સપ્લાયરનું નામ ખુલ્યુ હતું જેની શોધખોળ આદરી છે.
જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા દારૂ, જુગારના કેશો શોધી કાઢવા એલસીબીને સુચના કરતા પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ ભાટીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે એલસીબી સ્ટાફના રૂષીરાજસિંહ, દિલીપભાઇ, મયુદીનભાઇને ખાનગી રાહે બાતમી મળેેલ કે શહેરના સાધના કોલોની પહેલા ઢાળીયા પાસેના રોડ પર શંકરટેકરી નવી નિશાળ ટાંકા પાસે રહેતા રીક્ષા ડ્રાઇવર સહદેવસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૨૯) વાળો બજાજ મેકસીમાં ઓટો રીક્ષા નં. જીજે૧૦ટીડબલ્યુ-૮૫૫૫માં વિદેશી દારૂ લઇને નીકળ્યો છે.
જેના આધારે તપાસ કરીને સહદેવસિંહ જાડેજાને પકડીને વિદેશી દારૂના ૫૨૮ ચપલા કિ. ૫૨૮૦૦ તથા એક મોબાઇલ અને ૮૦ હજારની રીક્ષા મળી ૧.૩૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. દારૂનો જથ્થો સપ્લાય કરનાર યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. આશીર્વાદ સોસાયટી કિર્તી પાનવાળી ગલી જામનગરવાળાને પકડવાની કાર્યવાહી લંબાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨૦૨૬
October 16, 2026 01:11 PMજામનગરમાં કીટક જગતની ગેરમાન્યતા દૂર કરવા અનોખો કાર્યક્રમ, ૭૦ પ્રકૃતિપ્રેમી જોડાયા
October 16, 2026 01:00 PMજામનગર: રિલાયન્સમાં નવરાત્રીની જમાવટ: બોલીવુડ કલાકારોએ ખેલૈયાઓને ડોલાવ્યા
October 16, 2026 12:53 PMજામનગરમાં ભણશાળી વાડ નજીક ભયજનક બાંધકામ તોડી પડાયું
October 16, 2026 12:51 PMજામનગરમાં છેલ્લા ૬ર વર્ષથી શ્રી અંબિકા ગરબી મંડળમાં સ્વરચિત ગરબા દ્વારા કરાઇ છે માતાજીની આરાધના
October 16, 2026 12:50 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
