ઓખા નજીક બોલેરો ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાન ગંભીર

  • May 22, 2026 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ઓખા નજીક બોલેરો ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાન ગંભીર

કોસ્ટ ગાર્ડ ફાટક પાસે સર્જાયો અકસ્માત : યુવાનને સારવારમાં ખસેડાયો

ઓખા વિસ્તારમાં કોસ્ટ ગાર્ડ ફાટક નજીક બનેલા માર્ગ અકસ્માતમાં એક બાઈક સવાર યુવાન ગંભીર રીતે ઘાયલ બન્યો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, બર્માશલ ક્વાર્ટર વિસ્તારના મફતીયાપરામાં રહેતા તોર્યાભા જોધાભા ગોહેલ (ઉ.વ. ૩૭) તારીખ ૧૦ મેના રોજ રાત્રે મીઠાપુરથી ઓખા તરફ પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા.

આ દરમિયાન કોસ્ટ ગાર્ડ ફાટક પાસે પહોંચતા જ પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી જી.જે. ૧૩ એ.એચ. ૧૪૮૨ નંબરની બોલેરો ગાડીએ તેમની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં તોર્યાભાને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ તેમજ ફ્રેકચર થતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે ઇજાગ્રસ્તના ભાઈ માલાભા જોધાભા ગોહેલ (રહે. શામળાસર) દ્વારા ઓખા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બોલેરો ચાલક સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application