જામનગર શહેરમાં મહિલાઓ દ્વારા એવરત જીવરતના જાગરણની વિશેષ રાસ ગરબા સાથે ઉજવણી

  • August 13, 2026 10:01 AM 

જામનગર શહેરમાં મહિલાઓ દ્વારા એવરત જીવરતના જાગરણની વિશેષ રાસ ગરબા સાથે ઉજવણી

જામનગર શહેરના ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા વર્ષોથી મહિલાઓના એવરત જીવરતના જાગરણ નિમિત્તે મહિલાઓને જાગરણ માટે રાસ ગરબાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.

જામનગર શહેરના સુભાષ શાક માર્કેટ નજીક આવેલ ભોઈ સમાજ ના ઢાળીયા પાસે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા દરેક સમાજની મહિલાઓ અને બહેનો માટે એવરત જીવરતના જાગરણ પ્રસંગે પ્રાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.જેમાં સમાજના બહેનો પ્રાચીન રાસ ગરબા ગાય છે આ સાથે જ પ્રાચીન વાજિંત્રો ઢોલ નગારા જેવા સંગીત સાધનો સાથે રાસ ગરબાને તાલ પુરાવવામાં આવે છે. 

સમગ્ર ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં એવરત જીવરતના વ્રતની મહિલાઓ દ્વારા પતિના દીર્ઘાયું અને પરિવારની સુખાકારી અને પુત્રોના ઉજવળ ભવિષ્ય માટે કરવામાં આવતી હોય છે.આ વ્રત દરમિયાન મહિલાઓને બે દિવસ અને એક રાત્રીનું જાગરણ કરવાનું હોય છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મહિલાઓ જાહેર સ્થળો જેવા કે બાગ બગીચા તળાવ અને ગાર્ડનોમાં અથવા તો સિનેમા હોલમાં જાગરણ માટે પહોંચતા હોય છે.પરંતુ જામનગરમાં ભોઈ સમાજ દ્વારા લગભગ 70 વર્ષે થી વધુ વર્ષો થી રાસગરબા નું આયોજન કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application