શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર ખાતે પોલીસ વિભાગના સહયોગથી 'ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ' યોજાયો
યુવા પેઢીને માદક પદાર્થોના દૂષણથી મુક્ત રાખી નશામુક્ત સમાજના નિર્માણ માટે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું
જામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર ખાતે મેડિકલના વિદ્યાર્થીઓમાં માદક પદાર્થોના દૂષણ અંગે જાગૃતિ લાવવા તથા તેના સેવનને અટકાવવાના ઉદ્દેશથી પોલીસ વિભાગના વિશેષ સહયોગથી 'ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વસ્થ અને નશામુક્ત સમાજના નિર્માણ માટે યુવા પેઢીને માદક પદાર્થોની કુટેવથી દૂર રાખવાના મુખ્ય હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન તબીબી વિદ્યાર્થીઓને માદક પદાર્થોના સેવનથી શારીરિક, માનસિક અને સામાજિક સ્તરે થતા ગંભીર નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડ્રગ્સના દૂષણને નાથવા માટેના વિવિધ ઉપાયો તેમજ માદક પદાર્થો સંબંધિત વિવિધ કાયદાકીય જોગવાઈઓ, કલમો અને સજાના નિયમો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અગત્યના જાગૃતિ કાર્યક્રમમાં શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના ડીન નંદીની દેસાઈ, ગુરુ ગોબિંદ સિંગ હોસ્પિટલના તબીબી અધિક્ષક વિજય પોપટ, નાયબ પોલીસ અધીક્ષક જયવિરસિંહ ઝાલા , એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેક્ટર, એ.ટી.એફ. ના પ્રતિનિધિઓ તથા પોલીસ સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ શ્રી હેમિતભાઈ ભદ્રા, મહારાજ નશાબંધી સંસ્કાર કેન્દ્ર જામનગરના પ્રમુખ હરીશભાઈ ખીમસુરીયા, શ્રી રત્નાગર બ્રહ્માકુમારી સંસ્થા-જામનગર તેમજ શ્રી બ્રહ્માકુમારી સંસ્થા-કાલાવડના પ્રતિનિધિઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓને માદક પદાર્થોથી દૂર રહી સન્માર્ગે જીવન જીવવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના બે ખેલાડીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં પસંદગી
October 23, 2026 06:31 PM*હેમુગઢવી પાછળ ગેસપાઈપલાઈન તુટતાઆગ: બે દાઝયા*
October 23, 2026 03:41 PMજામનગર : પ્રશ્નના ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ
October 23, 2026 03:34 PMભારત બાયોટેકની કંપની અને વેજેન બાયો સાથે મળીને શોધશે બ્લડ કેન્સર માટે નવી થેરાપી
October 23, 2026 03:33 PMજામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા
October 23, 2026 03:28 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
