જામનગર: કાલાવડમાં સજાના વોરંટનો નાસતો-ફરતો આરોપી ઝબ્બે

  • August 04, 2026 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડમાં સજાના વોરંટનો નાસતો-ફરતો આરોપી ઝબ્બે

રાજકોટ વિભાગના પોલીસ મહાનીરીક્ષક નિલિપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવીમોહન સૈની તેમજ જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પીયુશ વાંદા દ્વારા નામદાર કોર્ટ તરફથી મળતા સજા વોરંટની બજવણી કરવા અંગે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અને માર્ગદર્શન હેઠળ કાલાવડ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલીયા અને તેમની ટીમ જરૂરી વર્ક આઉટ કરી રહી હતી.

દરમિયાન, જામનગરના ૧૦મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ક્રિમીનલ કેસ નંબર ૮૦૫૨/૨૦૨૨ ના કામે આરોપી નીતીનભાઇ ગોરધનભાઇ દોમડીયા (ઉંમર વર્ષ ૩૮, રહે. પીઠડીયા-૦૨, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર) વિરુદ્ધ સજાનું વોરંટ મળેલું હતું. આરોપી સજાની બજવણીના હુકમથી છેલ્લા ત્રણેક વર્ષથી નાસતો-ફરતો હતો.

દરમિયાન, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ નીતેશભાઇ છૈયા અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકપરી ગોસાઇને મળેલી સંયુક્ત બાતમીના આધારે આરોપી નીતીનભાઇ ગોરધનભાઇ દોમડીયાને પકડી પાડવામાં આવ્યો છે અને તેને જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવા માટે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application