જામનગરની શાળાઓમાં સ્કવોફનું બાહ્ય મૂલ્યાંકન શરૂ, ૩૨ વેરીફાર્યસની ઘટ

  • September 22, 2026 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની શાળાઓમાં સ્કવોફનું બાહ્ય મૂલ્યાંકન શરૂ, ૩૨ વેરીફાર્યસની ઘટ


જામનગરમાં અગાઉ ગુણોત્સવ અને હવે સ્કવોફ હેઠળ શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે, બાહ્ય મૂલ્યાંકન માટે જ‚રી ૩૨ વેરીફાર્યસની ઘટ વચ્ચે આ કામગીરી શરૂ કરાઇ છે. દુ:ખની વાત એ છે કે, કેટલી સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાએ સ્કવોફ હેઠળ સ્વમૂલ્યાંકન પૂર્ણ કર્યું તેની આ કામગીરીની જેની જવાબદારી છે તે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને ખબર ન હોય આમાં કયાંથી ભણે જામનગર તે સવાલ વધુ એક વખત ઉઠયો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે શનિવારે રાત્રીના બાહ્ય મૂલ્યાંકન શાળાની યાદી જાહેર કરી સોમવારથી કામગીરી શરૂ કરાતા આચાર્યો અને શિક્ષકો રજામાં ધંધે લાગ્યા હતાં. 

રાજયમાં વર્ષ-૨૦૦૯ થી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ગુણોત્સ્વ  શ‚ કરવામાં આવ્યો છેે. જેે અંતર્ગત શાળાઓમાં અઘ્યાપન અને અઘ્યયન સહીત સુવિૂધાઓનું મૂલ્યાંકન કરી શાળાઓને ગ્રેડ આપવામાં આવે છે. ચાલુ વર્ષે રાજય સરકારે આ ગુણોત્સવનું નામકરણ બદલીને સ્કવોફ એટલે કે સ્કૂલ કવોલીટી એસેસમેન્ટ એન્ડ એસ્યોરન્સ ફ્રેમવર્ક કર્યું છે. ચાલુ વર્ષે આ સ્કવોફની કામગીરીમાં પ્રથમ તબકકાની એટલે કે શાળાઓના સ્વમૂલ્યાંકન કરવાની કામગીરી તા.૧૭ થી ૩૧ ઓગષ્ટ સુધી કરવા રાજયના શિક્ષણ વિભાગે તમામ શાળાઓને આદેશ કર્યો હતો. પરંતુ જામનગર જિલ્લામાં કાર્યરત સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ મળી કુલ ૧૩૧૬ શાળા પૈકી ૩૧ ઓગષ્ટ સુધીમાં ૧૭૭ શાળાએ સ્વમૂલ્યાંકનની કોઇપણ પ્રકારની કામગીરી શરૂ ન કરી હોવાનું ખુદ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવતા શાળાઓમાં કેવી લાલીયાવાડી ચાલે છે તે વધુ એક વખત ઉજાગર થઇ હતી. જયારે ૮૫૫ શાળાઓઅએ સ્કવોફ અંતર્ગત સ્વમૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો કરાયો છે. જયારે બાકી ૪૬૧ પૈકી ૧૭૭ શાળાએ કોઇ કામગીરી શરૂ કરી નથી, તો ૨૮૦ શાળાઓએ જૂજ કામગીરી કરી સંતોષ માની લીધો છે. આથી શાળાઓમાં શિક્ષણ કયાંથી સુધરે તે સવાલ વધુ એક વખત ઉઠયો છે. સ્કવોફની કામગીરીમાં શાળાઓના સ્વમૂલ્યાંકનની આખરી તારીખ ૩૧ ઓગષ્ટ હતી. પરંતુ જામનગરની સાથે રાજયમાં મોટાભાગની શાળાઓએ સ્વમુલ્યાંકન કર્યું ન હોય તેની મુદ્દત વધારી ૮ સપ્ટેમ્બર કરવામાં આવી છે. પરંતુ આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કેટલી શાળાઓએ સ્વમૂલ્યાંકનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરી, કેટલી શાળાઓએ જૂજ કામગીરી કરી તેની વિગતો મળતી ન હોવાનું ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. 

હવે, સ્કવોફમાં શહેર-જિલ્લામાં કાર્યરત ૫૧૯ ખાનગી, ૮૯ ગ્રાન્ટેડ અને ૭૦૮ સરકારી શાળાઓ પૈકી ૩૩ ટકા શાળામાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી સોમવારથી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરી માટે જરૂરી ૩૨ વેરીફાર્યસની ઘટ હોવાનું ખુદ શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. નવાઇની વાત તો એ છે કે, આચાર્ય અને શિક્ષકોમાં ઉઠેલી ફરિયાદો અનુસાર ૧૯ સપ્ટેમ્બરના શનિવારે રાત્રે અચાનક સ્કવોફની બાહ્ય મૂલ્યાંકન કામગીરી કરનાર વેરીફાયરના નામ અને શાળાઓની યાદી સોશિયલ મીડિયા , વોટ્સ એપ મારફત શિક્ષકો, આચાર્યોને મોકલાવામાં આવી હતી. ૨૧ સપ્ટેમ્બર એટલે કે સોમવારથી જ બાહ્ય મૂલ્યાંકન એટલે કે વેરીફીકેશન શરૂ કરી દેવાતા જે શાળાઓમાં સોમવારે વેરીફીકેશન હતું તેવી લગભગ બધી શાળાઓએ રવિવારે રજામાં સ્કૂલો ખોલી આચાર્ય અને શિક્ષકો આધારો જનરેટ કરવા, ફાઈલો બનાવવા ઊંધા માથે કામગીરીમાં લાગ્યા હતાં.   ૨૦૦૯ થી શરૂ થયેલ ગુણોત્સવ માંં ગયા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં ગુણોત્સવ નહોતો થયો પણ તે સિવાય આટલા વર્ષો સુધી ગુણોત્સવ વર્ષના અંત સમયમાં બીજા સત્રમાં આયોજિત થયો છે જ્યારે આ વર્ષે પહેલાં સત્રમાં જ સ્વમુલ્યાંકન અને તે પછી તરત ૩૩ ટકા શાળાઓમાં વેરિફિકેશન શરૂ કરી દેવાતા શાળાઓ અને શિક્ષકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. આ વર્ષે ગુણોત્સવ નું ફોર્મેટ બદલી સ્કવોફ નામથી નવું ફોર્મેટ આવ્યું જેમાં સ્વ મૂલ્યાંકન માં ખૂબ મોટી સંખ્યામાં આધાર અને ફોટા અપલોડ કરવાના થતાં હતા તેથી રાતોરાત ટેકનોસેવી શિક્ષકોએ આધારો જનરેટ કરવા સોફ્ટવેર બનાવી રાજ્યના આચાર્યોને પૂરા પાડ્યા ત્યારે માંડ સ્વ મૂલ્યાંકન પૂરૂ થયું હતું ત્યાં તુરંત વેરીફીકેશનની કામગીરીથી અનેક સવાલ ઉઠયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application