દ્વારકાના લોવરારીની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

  • August 12, 2026 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના લોવરારીની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

૧૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો અને એક ફરાર

દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા મળેલ સૂચનાના આધારે દ્વારકા પોલીસે મોટી સફળતા મેળવી છે. સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એ.એસ.આઈ. રાણાભાઈ રણમલભાઈ વાઘેલા અને હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે લોવરારી ગામની સીમમાં આવેલ અવાવરૂ જગ્યાએ બાવળની ઝાળીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. સ્થળ પરથી ૫૦ લીટર દેશી દારૂ (કિંમત ૧૦,૦૦૦), ૨૦ લીટર બળેલ ગરમ આથો (કિંમત ૫૦૦), ૨૦૦ લીટર કાચો આથો (કિંમત ૫,૦૦૦) અને દારૂ બનાવવાની એક નળી (કિંમત ૫૦૦) મળીને કુલ ૧૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
​​​​​​​
આ મામલે પોલીસે લોવરારી ગામના રહીશ કારૂભા ઉર્ફે કારાભા આલાભા માણેકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપી જોધાભા જસરાજભા માણેક નાસી છૂટવામાં સફળ રહ્યો છે. આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જી. જાડેજા અને પી.એસ.આઈ. આર.એલ. ચોપડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application