જામનગર : રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર અને રાગી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે

  • October 07, 2025 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ.૨૩૬૯ પ્રતિ ક્વિ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ.૨૩૮૯ પ્રતિ ક્વિ, મકાઈ માટે રૂ.૨,૪૦૦ પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ.૨,૭૭૫ પ્રતિ ક્વિ.. (ઉપરાંત વધારાનું બોનસ રૂ.૩૦૦ પ્રતિ ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ.૩,૬૯૯ પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂ.૩૦૦ પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) રૂ.૩,૭૪૯ પ્રતિ ક્વિ(ઉપરાંત વધારાનું બોનસ રૂ.૩૦૦ પ્રતિ ક્વિ) તથા રાગી માટે રૂ.૪,૮૮૬ પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ.૩૦૦ પ્રતિ ક્વિ) નિયત કરવામાં આવેલ છે. 


ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી,જુવારુ તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ ટઈઊ મારફતે ૩૧/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવશે .તેમજ ડાંગરની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઈ, બાજરી, જુવાર તથા રાગની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે.


નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨ ,૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવાની રહેશે.
​​​​​​​

ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો, ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે તેની નોંધ લેવા તેમજ નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડના પુરવઠા અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application